NDAના દિગ્ગજ મંત્રીએ આ મામલે સમર્થન આપવાનો કર્યો ઇન્કાર, ભાજપને લાગ્યો ઝટકો!

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
NDAના દિગ્ગજ મંત્રીએ આ મામલે સમર્થન આપવાનો કર્યો ઇન્કાર, ભાજપને લાગ્યો ઝટકો! 1 - image


Image: X

H D Kumaraswamy: જેડીએસ નેતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ ભાજપને ચોંકાવતાં કહ્યું છે કે તેઓ કર્ણાટકમાં તેમની પદયાત્રાનું સમર્થન કરશે નહીં. કર્ણાટકમાં મુખ્ય વિપક્ષી દળ ભાજપ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર વિરુદ્ધ 3-10 ઑગસ્ટની વચ્ચે પદયાત્રા કાઢવા જઈ રહી છે. માત્ર એટલું જ નહીં કુમારસ્વામીએ એટલે સુધી કહી દીધું કે તેઓ આ મામલે ભાજપને નૈતિક સમર્થન પણ આપશે નહીં. જેડીએસ અને ભાજપનું કર્ણાટકમાં ગઠબંધન છે અને કુમારસ્વામી કેન્દ્રમાં ભારે ઉદ્યોગ અને સ્ટીલ ક્ષેત્રના મંત્રી છે.

તેમણે કહ્યું કે અમે એનડીએ સરકારમાં ભાજપના સહયોગી દળ છીએ પરંતુ તેમણે પદયાત્રા માટે અમને લોકોને પૂછવું જરૂરી સમજ્યું નથી. અમારી કોઈ સલાહ લેવામાં આવી નથી. અમારી કોર કમિટીની મંગળવારે બેઠક થઈ તેમાં આ મુદ્દે ભાજપને સમર્થન ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 

તેમણે કહ્યું કેરળમાં ભારે વરસાદના કારણે સેંકડો લોકોના જીવ જોખમમાં પડી ગયા અને જે લોકો ત્યાં ગયા છે તેમનું પાછું ફરવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે. વાયનાડમાં થયેલી ભારે તબાહીના સંદર્ભમાં તેમણે આ વાત કહી. આ સૌની વચ્ચે ભાજપે કોઈ સલાહ લીધા વિના જાતે પદયાત્રાનું આયોજન બનાવી દીધું. આવી પરિસ્થિતિમાં જ્યારે કેરળમાં સ્થિતિ આટલી ખરાબ છે તો આ સમયે આ પ્રકારની પદયાત્રાનો વિચાર યોગ્ય નથી. આ સમય અસરગ્રસ્તોની મદદનો છે અને તેમની ભાવનાઓ સાથે જોડાવવાનો છે. તેથી અમે લોકોએ ભાજપની પદયાત્રામાં ન જોડવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું અત્યારે ખેતીનો સમય છે અને સૌ એ આ કાર્યોમાં જોડાવવું જોઈએ. કુમારસ્વામીના આ સ્ટેન્ડથી ભાજપને આકરો ઝટકો લાગ્યો છે કેમ કે તે પોતાની પદયાત્રામાં જેડીએસનું પણ સમર્થન ઇચ્છી રહ્યું હતું.

વાયનાડ ભૂસ્ખલન

કેરળના વાયનાડના ચૂરલમાલામાં મંગળવારે ભૂસ્ખલન થયું. તેમાં મૃતકોની સંખ્યા 159એ પહોંચી ગઈ છે જ્યારે 90થી વધુ લોકો હજુ પણ લાપતા છે. ભૂસ્ખલન રાત્રે લગભગ 2 વાગે થયું અને આ વિસ્તાર સંપૂર્ણપણે કપાઈ ગયો છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં ચૂરલમાલા, વેલ્લારીમાલા, મુંડકાઈલ અને પોથુકાલૂ સામેલ છે. આ વિસ્તારોના સ્થાનિક લોકો કોઈ પ્રકારે બચી જવામાં સફળ રહ્યા. તેઓ આ ભયાનક વિનાશથી તૂટી ગયા છે. આ ભયંકર દુર્ઘટના બાદ સેના, વાયુસેના, નૌસેના, એનડીઆરએફ, પોલીસ અને ફાયર ફોર્સની ટીમો બચાવ અભિયાનમાં લાગેલી છે.

ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડે જણાવ્યું કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ એનડીઆરએફ, રાજ્ય બચાવ દળ, કોસ્ટ ગાર્ડ, નૌસેના અને વાયુસેનાની સાથે ઇન્ડિયન આર્મી સંકટના આ સમયે સતત કામ કરી રહી છે. માનવ નિર્મિત પુલ બનાવીને અત્યાર સુધી 1000 લોકોને બચાવવામાં આવ્યા છે. સેનાની ટુકડીએ લગભગ 70 મૃતદેહ જપ્ત કર્યાં છે.

એક્સ પરની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતીય વાયુસેનાના વિમાન એએન-32 અને સી-130 દ્વારા ત્રિવેન્દ્રમથી બે સેના ટુકડીઓ મંગળવારે 10.30 વાગે કાલીકટ પહોંચી. આ ટુકડીઓએ સાંજે 6 વાગે વાયનાડ માટે પોતાની આગળની યાત્રા શરુ કરી. બુધવારે સવારે 6.45 વાગ્યા સુધી રજા પર ગયેલા આર્મી અધિકારીઓ મિશનમાં સામેલ થવા માટે સ્વેચ્છાથી આગળ આવ્યા છે.'

દક્ષિણ કમાન્ડે જણાવ્યું કે મદ્રાસ એન્જિનિયર ગ્રુપ અને સેન્ટરથી એન્જિનિયર ટાસ્ક ફોર્સ ભૂસ્ખલન સાઇટ પર પહોંચી ગઈ છે. અહીં 170 ફૂટનો પુલ બનાવવાની યોજના છે. મેપ્પાડી-ચૂરલમાલા રોડ પર બચાવ કાર્ય ચાલુ છે. ત્રણ બેલી બ્રિજ, જેસીબી અને ટાટ્રા ટ્રક પણ વાયનાડ પહોંચીને બચાવ અભિયાનમાં લાગી જશે. 


Google NewsGoogle News