યુપીમાં પેટાચૂંટણી પહેલા દિગ્ગજ નેતાની મોટી જાહેરાત, ભાજપ જ નહીં સપા-કોંગ્રેસનું પણ વધશે ટેન્શન
UP By Election 2024 : ઉત્તર પ્રદેશની દસ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ રાજકીય પક્ષોએ પોતાની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિજનૌરની નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદે યુપીની તમામ દસ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
દસ બેઠકો પર પેટાચૂંટણી મજબૂત રીતે લડવામાં આવશે
ફુલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં કાર્યકરો સાથે વાતચીત દરમિયાન આઝાદે જાહેરાત કરી હતી કે, 'આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને પાર્ટીના ઉમેદવારો ઉતારવાની તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તેઓ લોકસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડ્યા નથી. પરંતુ યુપીમાં આઝાદ સમાજ પાર્ટી દ્વારા 2022 થી 2024 સુધી જે પ્રકારની તૈયારીઓ કરી હોવાથી પક્ષ સંગઠને નિર્ણય કર્યો છે કે, તમામ દસ બેઠકો પર પેટાચૂંટણી મજબૂત રીતે લડવામાં આવશે. આ બધા વચ્ચે ફુલપુર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને પાર્ટીના કાર્યકરોનો સંપર્ક કરીને વાતચીત કરવામાં આવી છે. જેમાં પરિષદ દ્વારા બૂથ અને સેક્ટરના કાર્યકરોને પેટાચૂંટણી માટે તૈયાર કરવામાં આવશે. આમ સંગઠન અને કાર્યકરોના જુસ્સાની સાથે પેટાચૂંટણી મજબૂત રીતે લડવામાં આવશે.
આઝાદે નેમ પ્લેટ વિવાદને લઈને શું કહ્યું
યુપીમાં કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ વિવાદને લઈને આઝાદે કહ્યું હતું કે, 'સરકાર કામગીરીને કોઈ ધર્મના લોકો સ્વીકાર કરશે નહીં. નેમ પ્લેટ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. કાવડ યાત્રાના માર્ગો પર મસ્જિદોને કપડાથી ઢાંકીને યુપી સરકાર નિશાન તાકી રહી છે. જ્યારે ધાર્મિક સ્થળોને ઢાંકવાની જગ્યાએ કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવો જોઈએ.'
યુપીમાં કાયદો અને વ્યવસ્થા બરાબર નથી
આઝાદે કહ્યું કે, 'યુપીમાં કાયદો અને વ્યવસ્થા બરાબર નથી. મેરઠમાં અઢી વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના કેસમાં પીડિત પરિવારને સરકાર ન્યાય અપાવી શકી નથી. તેવામાં ગાઝિયાબાદમાં ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવે છે. સરકાર યોગ્ય ન્યાય કરી શકતી નથી અને કાયદો વ્યવસ્થાને સંભાળવામાં નાકામ રહી છે. જેમાં ભાજપ રાજકિય હેતુ સિદ્ધ કરતી હોવાથી જનતા ક્યારે તેમને માફ કરશે નહીં.'
મને સંસદમાં બોલવાનો મોંકો આપવામાં આવતો નથી
આઝાદે કહ્યું કે, 'મને સંસદમાં બોલવાનો મોંકો આપવામાં આવતો નથી. આ દરમિયાન આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં અમારુ ગઠબંધન કોઈ રાજકિય પાર્ટી નહીં પરંતુ યુપીની જનતા સાથે કરવામાં આવશે. જેમાં જનતાના સાથ સહકારથી વિધાનસભાની દસ બેઠકો પર મજબૂતાઈથી ચૂંટણી લડવાની તૈયારી છે.'