ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ : અમેરિકન ઑગર મશીન ફેલ, ‘પ્લાન B’ પર કામ શરૂ, જુઓ વર્ટિકલ ડ્રિલિંગનો પહેલો VIDEO

ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોની ખુબ જ નજીક પહોંચી અમેરિકી ઑગર મશીન ફેર થઈ

ઑગર મશીનના ફસાયેલા ભાગને હટાવવા તુરંત હૈદરાબાદથી પ્લાઝ્મા કટર મંગાવાયું, ટનલની ઉપરથી ડ્રિલિંગની કામગીરી શરૂ

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ : અમેરિકન ઑગર મશીન ફેલ, ‘પ્લાન B’ પર કામ શરૂ, જુઓ વર્ટિકલ ડ્રિલિંગનો પહેલો VIDEO 1 - image

ઉત્તરકાશી, તા.26 નવેમ્બર-2023, રવિવાર

Uttarkashi Silkyara Tunnel Rescue : ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોની ખુબ જ નજીક પહોંચી અમેરિકી ઑગર મશીન ફેર થઈ છે. આવી સ્થિતિમાં રેસ્ક્યુ કરી રહેલી ટીમોએ પ્લાન બી પર કામ પુરજોશમાં શરૂ કરી દીધું છે. રવિવારે બપોરે ટનલની ઉપર વર્ટિકલ ડ્રિલિંગની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે સિલક્યારા ટનલની છાતી ફાડીને 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવશે. હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો ભગવાન રામની જયજયકાર કરી રહ્યા છે, જોર-જોરથી તાળીઓ વગાડી રહ્યા છે... વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વર્ટિકલ ડ્રિલિંગવાળી મશીન ટનલની ઉપર હોલ પાડી રહી છે.

દોઢ કલાકમાં 8 મીટર ડ્રિલિંગ કરાયું

સિલક્યારા ટનલમાં છેલ્લા 15 દિવસથી શ્રમિકો ફસાયેલા છે. તેમને ખાવા-પીવાની સામગ્રી પણ પહોંચાડવામાં આવી રહી છે. તેઓ તણાવમાં ન આવે તે માટે અંદર મનોરંજનના સાધનો પણ મોકલાયા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)થી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. રવિવારે બપોરે વર્ટિકલ ડ્રિલિંગ મશીનથી કામ શરૂ કરાયું, જેમાં ટનલની અંદર દોઢ કલાકમાં 8 મીટરનું ડ્રિલિંગ કરી દેવાયું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ હાલ 900 મિમીની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અમેરિકન ઑગર મશીન ફેલ

ટનલમાં છેલ્લા 15 દિવસથી ફસાયેલ 41 શ્રમિકોના બહાર કાઢવા માટે પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં ઉપયોગમાં લેવાયેલ ઑગર મશીનનો એક ભાગ કાટમાળમાં ફસાયો છે, જેને કાપવા હૈદરાબાદથી વિમાની માર્ગે એક પ્લાજ્મા મશીન લવાયું છે. રેસ્ક્યુ ઓપરેશનને આગળ વધારવા માટે મશીનને સંપૂર્ણ હટાવવી જરૂરી છે. શ્રમિકોને બહાર કાઢવાના માર્ગને તૈયાર કરવા કાટમાળમાં હાથથી ડ્રિલિંગ દ્વારા પાઈપલાઈન નાખવી પડશે.

તમામ લોકો ટનલમાં ફસાયેલ શ્રમિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો ભારતીય સેના (Indian Army)ની ‘કોર ઓફ એન્જીનિયર્સ’ ગ્રુપની ‘મદ્રાસ સૈપર્સ’ની એક ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે આજે ઘટનાસ્થળે પહોંચી છે. આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાંત અર્નોલ્ડ ડિક્સે કહ્યું કે, અત્યાર સુધીની તમામ કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. તેમણે કહ્યું કે, પ્લાજ્મા કટર દ્વારા કાટમાળમાં ફસાયેલ ઓગર મશીનના ભાગને નિકાળવાની ઝડપી કામગીરી ચાલી રહી છે.


Google NewsGoogle News