દેશમાં ૩૭ વર્ષ પહેલા બનેલી સતીપ્રથાની અંતિમ ઘટનાનો ચુકાદો, તમામ આરોપીઓ મુકત
આઝાદી પછી સતી થવાની કુલ ૨૯ ઘટનાઓ બનેલી જેમાં આ છેલ્લી હતી.
દેવરાલામાં પત્ની રુપ કુંવર પતિની ચિતા પર બેસીને સતી થઇ હતી.
૯ ઓકટોબર,૨૦૨૪,જયપુર
૧૯૮૭માં રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રી માધોપુર કસ્બામાં સતી થવાની એક એવી ઘટના બની જેનાથી દુનિયા આખીમાં ખલબલી મચી ગઇ હતી. દેવરાલા નામના ગામમાં રુપકુંવરબા નામની મહિલા પતિના મુત્યુ પછી આગની જવાળાઓમાં ઝંપલાવીને સતી થવાનું પસંદ કર્યુ હતું. આ ઘટના પછી દેશમાં સતી પ્રથા વિરુધ કાયદો પસાર કરીને લાગુ પાડવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૧૯૮૭માં નાગૌર જિલ્લાના કુકનવાલી નિવાસી રુપકુવંરના લગ્ન દેવરાલાની નિવાસી માલસિંહ સાથે થયા હતા. લગ્નના સાત મહિના પછી માલસિંહને પેટમાં દુખાવ ઉપડતા સીકર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ચાર સપ્ટેમ્બરના રોજ મુત્યુ થયું હતું. પત્ની રુપ કુંવર પતિની ચિતા પર બેસીને સતી થઇ હતી. પતિના મુત્યુ પાછળ જીવ ત્યાગ કરવાની આ પ્રથા દાયકાઓ પહેલા જોવા મળતી હતી. એ વખતે રુપકુંવર પર સતી થવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ થયો હતો. જો કે ગ્રામીણોએ જુબાની આપી હતી કે રુપ કુંવર પોતાની મરજીથી સતી થયા હતા. રુપકુંવર ની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી.પોલીસે મૃતક માલસિંહના પરિજનોની સાથે ગામમાં ૪૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડનો ગામમાં ભારે વિરોધ થયો હતો. ખૂદ સરકારે જ સતીપ્રથા માટે પ્રેરણા આપવાને લગતો કેસ કર્યો હતો. રુપ કુંવર સતી મહિમામંડન કાંડ અંહે કોર્ટે ૩૭ વર્ષ પછી ફેંસલો આપ્યો છે જેમાં ૮ આરોપિયોની નિદોર્ષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી જયપુર મહાનગર દ્વીતીય સતી નિવારણ સ્પેશયલ કોર્ટ દ્વારા થઇ હતી. કોર્ટે શ્રવણસિંહ, મહેન્દ્રસિંહ, નિહાલસિંહ, જીતેન્દ્રસિંહ, ઉદયસિંહ, નારાયણસિંહ, ભંવરસિંહ અને દશરથસિંહને બરી કરી દીધા હતા. કુલ ૪૫ આરોપીઓમાંથી ૨૫ અગાઉ છોડી મુકાયા હતા. બાકીના કેટલાક આરોપીઓના મોત થઇ ચુકયા છે. રાજસ્થાનમાં આઝાદી પછી કુલ ૨૯ કેસ સતી થવાના બન્યા હતા જેમાં રુપકુંવરબા અંતિમ કેસ હતા.