Get The App

ભાજપના ચૂંટણી પ્રચારથી ગાયબ વસુંધરા રાજે CM ગેહલોત સાથે આવી નજરે, રાજકારણ ગરમાયું

ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજે હાલ ચૂંટણી પ્રચારમાં સક્રિય જોવા મળ્યા નથી

બંને નેતાઓની તસવીરથી રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ભાજપના ચૂંટણી પ્રચારથી ગાયબ વસુંધરા રાજે CM ગેહલોત સાથે આવી નજરે, રાજકારણ ગરમાયું 1 - image


Rajasthan Assembly Election 2023: રાજસ્થાનમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેને લઈને દરેક રજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે અને જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ એકબીજા પર પ્રહાર કરવાની કોઈપણ તક ચૂકતા નથી. જો કે આ પ્રચાર દરમિયાન એક તસવીરે સૌને ચોંકાવી દીધા છે. આ તસવીર મુખ્યમંત્રી અશોક ગેહલોત(Ashok Gehlot) અને ભાજપની નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje)ની છે જેમાં બંને એક સાથે કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા છે.

બંને નેતાની મુલાકાત એક ક્લબના ઉદ્ધાટન પ્રસંગે થઈ છે

મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વસુંધરા રાજેની આ મુલાકાત એક ક્લબના ઉદ્ઘાટન પ્રસંગે થઈ છે જ્યા વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સી.પી જોશી (C. P. Joshi) અને એલઓપી રાજેન્દ્રસિંહ રાઠોડ (Rajendra Singh Rathore) સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત હતા. આ તસવીર હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેનાથી રાજસ્થાનમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં હાલ ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પ્રધાનમંત્રી રેલી યોજાનાર છે ત્યારે ભાજપનો લોકપ્રિય ચહેરો અને બે વખત મુખ્યમંત્રી વસુંધરા રાજેની સક્રિયતા કેમ જોવા મળ રહી નથી. રાજસ્થાન ભાજપમાંથી આ પ્રશ્નનો જવાબ આપવાની સ્થિતિમાં કોઈ નથી. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ નથી કે વસુંધરા રાજેને ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવ્યા છે કે તે પોતે જ ચૂંટણીથી દૂર થઈ ગયા છે.

ચૂંટણી પ્રચારમાંથી વસુંધરા રાજે ગાયબ છે

વસુંધરા રાજે હાલમાં ચૂંટણી માટે હજુ સુધી સક્રિય નથી અને તેમણે હજુ સુધી ભાજપની પરિવર્તન યાત્રાઓ અને વિધાનસભા ચૂંટણીને લગતા કોઈપણ મુદ્દા પર એક પણ ટ્વિટ કર્યું નથી. આ ઉપરાંત વસુંધરા રાજેએ પોતાના વિસ્તાર ઝાલાવાડમાં પણ પહોંચ્યા નથી જેનાથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ સવાલો ચૂંટણી પ્રચાર માટે આવતા ભાજપના નેતાઓને પુછવાનો સિલસિલો વધુ તિવ્ર બન્યો છે ત્યારે દરેક નેતાઓનો જવાબ સરખો જ હોય છે જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે વસુંધરા રાજે આમારા મોટા નેતા છે અને તે ચૂંટણી સંપૂર્ણ રીતે સક્રિય છે. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News