Get The App

રાહુલની જગ્યાએ ગાંધી પરિવારનો આ BJP નેતા અમેઠીથી ચૂંટણી લડશે, કોંગ્રેસ-સપા સમર્થન કરશે: જાણો શું છે હકીકત

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
રાહુલની જગ્યાએ ગાંધી પરિવારનો આ BJP નેતા અમેઠીથી ચૂંટણી લડશે, કોંગ્રેસ-સપા સમર્થન કરશે: જાણો શું છે હકીકત 1 - image


નવી દિલ્હી,તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

અમેઠી ઘણા દાયકાઓથી ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે. રાહુલ ગાંધી પોતે 15 વર્ષ સુધી અહીંથી સાંસદ હતા. એવી અટકળો ચાલી રહી હતી કે, વરુણ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં અમેઠીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે અને સપા અને કોંગ્રેસ તેમને ત્યાંથી સમર્થન આપી શકે છે. 

વરુણ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હોવાનું કહેવાય છે. ખેડૂતોના આંદોલન, લખીમપુર ખેરીની ઘટના સહિત આવા ઘણા કિસ્સાઓ હતા જ્યારે તે પોતાની જ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા હતા. 

છેલ્લા કેટલાક દિવસોમાં વરુણના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર બદલાવ જોવા મળી રહ્યો છે અને હવે તે બીજેપી અને પીએમ મોદીને લગતી પોસ્ટ ફરીથી પોસ્ટ કરી રહ્યો છે. વરુણ છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ વખતે ભાજપમાંથી તેમની ટિકિટ કપાઈ શકે છે. બીજેપી પીલીભીતથી અન્ય ઉમેદવાર ઉભા કરી શકે છે. આવી સ્થિતિમાં વરુણ અમેઠીથી ચૂંટણી લડશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત કોંગ્રેસ અને સપા પણ વરુણને સમર્થન આપી શકે છે. 

આ બધા વચ્ચે હવે બીજેપી સાંસદ વરુણ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવાની અટકળોને ફગાવી દીધી છે. 

વરુણ ગાંધી સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, વરુણે એરપોર્ટ પર દારૂની દુકાનોની જેમ રેલવે સ્ટેશનો પર દારૂના વેચાણને મંજૂરી આપવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી. અગાઉ, ઑક્ટોબર 2023 માં, તેમણે અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા બદલ યુપી સરકારના વહીવટની ટીકા કરી હતી.

આ પહેલા 2020-21માં વરુણે પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન વરુણને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાંથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારે પણ એવી અટકળો હતી કે, વરુણ ગાંધી 2022માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી (SP)માં જોડાઈ શકે છે, પરંતુ એવું બન્યું નહીં.


Google NewsGoogle News