વારાણસીમાં 1000 એકરમાં બનશે ‘સનાતન યુનિવર્સિટી’, અલગથી બોર્ડ પણ બનાવાશે, આધ્યાત્મિક ગુરુની જાહેરાત

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
વારાણસીમાં 1000 એકરમાં બનશે ‘સનાતન યુનિવર્સિટી’, અલગથી બોર્ડ પણ બનાવાશે, આધ્યાત્મિક ગુરુની જાહેરાત 1 - image


Sanatan University, Varanasi: આધ્યાત્મિક ગુરુ રિતેશ્વર મહારાજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કાશીમાં 1000 એકર વિસ્તારમાં સનાતન યુનિવર્સિટી સ્થાપવામાં આવશે. જેમાં વેદશાસ્ત્ર, પુરાણ, યોગ, આયુર્વેદ, વૈદિક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો અભ્યાસ હશે. આ ઉપરાંત તેમણે તેમની માંગને ફરીથી પુનરાવર્તિત કરતાં કહ્યું કે, જે રીતે દેશમાં અભ્યાસક્રમોને લઈને અલગ અલગ બોર્ડ નક્કી કરવામાં આવ્યા છે. તે પ્રમાણે આ વેદ, શાસ્ત્રો, પુરાણો અને સનાતન પરંપરાઓનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે આ સનાતન બોર્ડની રચના કરવામાં આવે.

1000 એકર જમીન પર સ્થપાશે 'સનાતન યુનિવર્સિટી'

આધ્યાત્મિક ગુરુ રિતેશ્વર મહારાજે કાશીમાં એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, "ટૂંક સમયમાં જ આ ધર્મ નગરીમાં ખૂબ જ જલ્દી 1000 એકર જમીન પર સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. જેમાં આપણા પ્રાચીન ધર્મશાસ્ત્ર વેદ પુરાણ, આયુર્વેદ, વેદ વિજ્ઞાન, યોગ અને આધુનિક વિજ્ઞાનનું શિક્ષણ ગુરુકુલ પરંપરા મુજબ આપવામાં આવશે." તેમનું કહેવું છે કે, સમાજને પ્રગતિના માર્ગે લઈ જવાની ક્ષમતા ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરા જેવી વ્યવસ્થામાં રહેલી છે. અને આ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ ઉપરાંત શિસ્તબદ્ધ દિનચર્યા, ભારતના મહાપુરુષોનું યોગદાન અને સારી આરોગ્ય સંભાળથી લઈને વિદ્યાર્થીઓના ભવિષ્યને સફળ બનાવવા માટે પાયો નાખવામાં આવશે.

સનાતન બોર્ડની પણ અલગથી રચના કરવા આવશે 

સરકાર પાસે અલગ બોર્ડની રચના કરવા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, ભારતીય પરંપરાને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે સનાતન બોર્ડની પણ રચના કરવામાં આવે. વારાણસીમાં શરૂ થનારી સનાતન યુનિવર્સિટીમાં મેકોલે પદ્ધતિથી નહીં, પરંતુ સનાતનની પ્રાચીન પરંપરા પર આધારિત ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. મેકોલે પદ્ધતિ આપણને ગુલામીની યાદ અપાવે છે.

સમગ્ર વિશ્વ પોતાનો પરિવાર માને છે ભારત

આધ્યાત્મિક ગુરુએ સ્પષ્ટતા કરી હતી કે, વિશ્વના અલગ અલગ દેશોના સંઘર્ષની તસવીરો આપણને ક્યારેક-ક્યારેક વિચલિત  કરે છે. પરંતુ આપણી ભારત ભૂમિએ હંમેશા વિશ્વ માટે શાંતિનો માર્ગ મોકળો કર્યો છે, અને આજે પણ ભારત વિશ્વને સંઘર્ષોમાંથી મુક્ત કરીને શાંતિનો માર્ગ બતાવવાની અને વિશ્વનું નેતૃત્વ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. અને આ સંકલ્પ ત્યારે જ સાકાર થશે. જ્યારે વિશ્વના સૌથી પ્રાચિન શહેર કાશીમાં સનાતન યુનિવર્સિટી જેવી સંસ્થા ખુલશે.

સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે લોકોને માહિતીગાર કરાશે 

આ સંસ્થામાં અમે અમારા યુવા મિત્રોને મહાપુરુષ વિવેકાનંદજી, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ સહિત અનેક મહાપુરુષો વિશે માહિતીગાર કરીશું. આ ઉપરાંત સનાતન સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે અધૂરી જાણકારી ધરાવતા લોકોને પણ અમે જાગૃત કરી શકીશું. તેમજ દેશના રાજકીય પક્ષોએ ભારતના મહાપુરુષોના નામે રસ્તાઓ અને  ઈમારતોના નામ પર રાખવા જોઈએ.



Google NewsGoogle News