કાશી વિશ્વનાથના દર્શન કરી પાછા ફરતી વખતે કારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 8નાં મોત
સીએમ યોગીએ દુર્ઘટના અંગે શોક અને પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
ફક્ત એક 3 વર્ષનું બાળક બચી ગયો પણ તેની હાલત ગંભીર, હાલ સારવાર હેઠળ
image : Twitter |
ઉત્તરપ્રદેશ (uttarpradesh varanasi road accident) ના વારાણસીમાં આજે સવારે આશરે 7 વાગ્યે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક જ પરિવારના 8 લોકોના મોત (varansi accident 8 people died) ના અહેવાલથી સન્નાટો પ્રસરી ગયો છે. ફક્ત એક ત્રણ વર્ષનું બાળક જ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનો જીવ બચી ગયો છે. હોસ્પિટલમાં હાલ તે સારવાર હેઠળ છે.
ક્યાં અને કેવી રીતે થયો અકસ્માત?
આ માર્ગ અકસ્માત ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિયાવમાં તે સમયે સર્જાયો હતો જ્યારે એક પૂરપાટ ઝડપે દોડતી કાર ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તમામ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. સાથે જ તેમના અન્ય પરિજનોને જાણ કરવામાં આવી હતી. તમામ પીડિતો પીલિભીતના રહેવાશી હતા. આ લોકો કાશી વિશ્વનાથ દર્શન કર્યા બાદ વારાણસીથી જોનપુર જઈ રહ્યા હતા.
સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) વારાણસીમાં થયેલા આ ભીષણ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ દિવંગત આત્માની શાંતિની કામના કરતાં તેમના પરિજનો અંગે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી યોગીએ ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખેસડીને જિલ્લા તંત્રના અધિકારીઓને તમામ જરૂરી સારવારના નિર્દેશ આપ્યા હતા.