ઉત્તર પ્રદેશમાં ગોઝારો અકસ્માત, ઊભા ડમ્પરમાં ઘૂસી ગઈ કાર, પતિ-પત્ની સહિત 4નાં મોત
Road Accident In Uttar Pradesh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ-વારાણસી હાઈવે પર બિહાડા (મિર્ઝામુરાદ) નજીક ગુરુવારે (10મી ઓક્ટોબર) એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. પુરપાટ ઝડપે આવતી કાર પાર્ક કરેલા ડમ્પરમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા દંપતી, એક વૃદ્ધ મહિલા અને અન્ય એક યુવતીનું મોત થયું હતું. કારમાં બેઠેલો 12 વર્ષનો છોકરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે હાલ સારવાર હેઠળ છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દરવાજો કાપી મૃતદેહ બહાર નીકળ્યા હતા.
અહેવાલો અનુસાર, મંડુઆડીહના બજરંગ નગર કોલોનીમાં રહેતા દીપક પાંડે વિંધ્યાચલથી કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ગુરુવારે સવારે તેમની કાર નેશનલ હાઈવે-19 નજીક હાઈવેની બાજુમાં પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાઈ હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે અકસ્માત બાદ ડમ્પર લગભગ 100 મીટર આગળ વધી ગયું હતું.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 40000 કરોડના ખર્ચે ભારતમાં તૈયાર થશે બે પરમાણુ સબમરીન
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું બીએચયુના ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત થયું હતું.