Get The App

જ્ઞાનવાપી: ‘શિવલિંગ’ની પરિક્રમા કરવા જતા શંકરાચાર્યને પોલીસે અટકાવ્યા, મઠમાં જ નજરકેદ

પોલીસે કલમ-144નો ઉલ્લેખ કરી શંકરાચાર્ય પાસે લેખીત મંજૂરી માંગી

અયોધ્યાના પુજારીએ કહ્યું, ‘જ્ઞાનવાપી કેસમાં પણ અયોધ્યા જેવું જ થશે’

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપી: ‘શિવલિંગ’ની પરિક્રમા કરવા જતા શંકરાચાર્યને પોલીસે અટકાવ્યા, મઠમાં જ નજરકેદ 1 - image


Gyanvapi Case : જ્ઞાનવાપીના વજૂખાનામાં મળી આવેલ કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા જ્યોર્તિપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદ (Shankaracharya Avimukteshwaranand)ને પોલીસે આશ્રમના ગેટ પાસે જ અટકાવી દીધા છે. વારાણસી પોલીસે (Varanasi Police) કલમ 144નો ઉલ્લેખ કરી તેમને અટકાવ્યા છે. શંકરાચાર્યએ પોલીસને કહ્યું કે, તમે સનાતન કાર્યને કેમ અટકાવી રહ્યા છો. આ દરમિયાન પોલીસે તેમને લેખિત મંજૂરી આપવા કહ્યું છે. ત્યારબાદ શંકરાચાર્યએ લેખિત મંજૂરી માટે અરજી કરી છે. તેમણે મંજૂરી મળ્યા બાદ આગામી લડાઈ ચાલુ રાખવાનું આહવાન કર્યું છે. પોલીસે શંકરાચાર્યને મઠમાં જ નજરકેદ કરી રાખ્યા છે.

જ્ઞાનવાપી અંગે ASIનો રિપોર્ટ આવ્યો

જ્ઞાનવાપી મસ્જિદ અંગે ASIનો રિપોર્ટ સામે આવ્યો છે. જીપીઆર સરવે બાદ ASIએ કહ્યું છે કે, ત્યાં એક મોટું હિન્દુ મંદિર હતું અને માળખા એટલે કે મસ્જિદ અગાઉ એક મોટું મંદિર હતું. રિપોર્ટમાં મંદિર હોવાના 32થી વધુ પુરાવા મળ્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં જણાવ્યા મુજબ 32 શીલાલેખ મળ્યા છે, જે હિન્દુ મંદિરના છે. હિન્દુ મંદિરના થાંભળામાં આંશિક ફેરફાર કરી નવા માળખા તરીકે ઉપયોગ કરાયો છે.

જ્ઞાનવાપી કેસમાં પણ અયોધ્યા જેવું જ થશે : અયોધ્યા પુજારી

બીજીતરફ શ્રીરામ જન્મભૂમિ મંદિર (Ayodhya Ram Temple)ના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કાશીના જ્ઞાનવાપી અંગે કહ્યું કે, ‘અયોધ્યાનો મંદિર-મસ્જિદ વિવાદ અને જ્ઞાનવાપી વિવાદ વચ્ચે ઘણી સમાનતા છે. અયોધ્યા વિવાદમાં ASIના સરવે રિપોર્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેવું જ્ઞાનવાપી કેસમાં પણ થશે. બંને કેસ એક જેવા છે. સરવેમાં જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. કોર્ટે મંદિર હોવાના પુરાવા સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે. જેના પરથી સાબિત થયું છે કે, ત્યાં મંદિર હતું. તેથી કોર્ટે આ પુરાવા બાદ જ્ઞાનવાપીમાં મંદિરનું નિર્માણ કરવું જોઈએ. અગાઉ જેવી રીતે હિન્દુ ત્યાં પૂજા કરતા હતા, તે જ રીતે પૂજા શરૂ થાય, કારણ કે ASIના પુરાવાઓને કોઈપણ રીતે નકારી ન શકાય.’


Google NewsGoogle News