બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ફરી એક વિદ્યાર્થિનીની છેડતી કરાતાં હોબાળો, બે આરોપીની ધરપકડ
Image Source: Twitter
Molesting Of Student In BHU Campus: બનારસ હિન્દુ યુનિવર્સિટી કેમ્પસમાં ફરી એક વખત વિદ્યાર્થિનીની સાથે છેડતીની ઘટના બની છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ સંજય શાહની અને વિમલેશ સાહનીની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપી જેસીબી સાહની ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો છે.
એક આરોપી ભાગવામાં સફળ રહ્યો
આર્ટ ડિપાર્ટમેન્ટની બે વિદ્યાર્થિનીઓ પોતાના એક મિત્ર સાથે સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે કેમ્પસમાં ટહેલી રહી હતી. સ્વતંત્રતા ભવન પાસે પાછળથી એક બાઈક પર આવેલા ત્રણ યુવકોએ તેમની સાથે છેડતી કરી હતી અને પછી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીના મિત્રોએ શોર મચાવતા તેમનો પીછો કર્યો અને સુરક્ષાકર્મીઓની મદદથી સીર ગેટ પાસે પકડી પાડ્યા હતા. તેમાંથી એક યુવક ભાગવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો: 'પોતાનું ઘર એક સપનું હોય છે, તૂટવું ના જોઈએ...' બુલડોઝર એક્શન પર સુપ્રીમકોર્ટનું ફરમાન
વિદ્યાર્થીનીની ફરિયાદ પર કેસ નોંધાયો
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર લંકા શિવકાંત મિશ્રાએ જણાવ્યું કે, 'વિદ્યાર્થીનીની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેય એક જ ગામના છે. બાઈક કબજે કરી લેવામાં આવી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.'