જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં 8 મૂર્તિઓની પૂજાનો VIDEO આવ્યો સામે

તમામ મૂર્તિઓને ચંદન, પુષ્પો, અખંડ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી આરતી કરવામાં આવી

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં 8 મૂર્તિઓની પૂજાનો VIDEO આવ્યો સામે 1 - image
image: Social Media

Gyanvapi Vyas Basement Puja Video : હિન્દુઓને જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે. વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રશાસનને 7 દિવસમાં પૂજાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ જ પ્રશાસને રાત્રે લગભગ 12:30 વાગ્યા સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વ્યાસજીનું ભોંયરું ખોલ્યું હતું અને લગભગ 2 વાગ્યા સુધીમાં પૂજા શરૂ કરી હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા જોવા મળી રહી છે.

મૂર્તિઓને ચંદન, પુષ્પો, અખંડ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું

સૌથી પહેલા રાત્રે 12 વાગ્યાની આસપાસ પંચગવ્યથી ભોંયરું શુદ્ધ કરવામાં આવ્યું હતું. આ પછી ષોડશોપચાર પૂજા થઈ. મૂર્તિઓને ગંગાજળ અને પંચગવ્યથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ પછી દેવતા મહાગણપતિનું આહ્વાન કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ મૂર્તિઓને ચંદન, પુષ્પો, અખંડ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી. વ્યાસજીના ભોંયરામાં લગભગ અડધા કલાક સુધી પૂજા થઈ હતી.

મોડી રાત્રે વ્યાસ પરિવાર દ્વારા કરવામાં આવી પૂજા

વ્યાસજીના ભોંયરામાં ભગવાન વિષ્ણુ, ગણેશ ભગવાન, રામનું નામ લખેલ પથ્થર, મકર અખંડ જ્યોતિ, હનુમાન દાદાની બે મૂર્તિઓ, જોશીમઠની બે મૂર્તિઓ રાખવામાં આવી છે, જેની મોડી રાત્રે વ્યાસ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં નિયમિત પૂજા કરવાની મંજૂરી આપ્યા બાદ મોડી રાત્રે વ્યાસજીના ભોંયરાને બેરીકેટ્સમાંથી રસ્તો બનાવીને ખોલવામાં આવ્યો હતો. આ માટે ડીએમ એસ. રાજલિંગમ અને પોલીસ કમિશનર અશોક મુથા જૈન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આખી રાત ઊભા રહ્યા હતા. બપોરે 1:50 વાગ્યે પરિસરમાંથી બહાર આવેલા ડીએમએ કહ્યું કે કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે. જયારે મુસ્લિમ પક્ષે પૂજાના અધિકારને લઈને કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું.

જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં 8 મૂર્તિઓની પૂજાનો VIDEO આવ્યો સામે 2 - image


Google NewsGoogle News