Get The App

વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં શું મળ્યું? ASIએ જિલ્લા કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કર્યો રિપોર્ટ

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં શું મળ્યું? ASIએ જિલ્લા કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કર્યો રિપોર્ટ 1 - image


Gyanvapi Mosque ASI Survey : જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે (ASI)ના એડિશનલ ડાયરેક્ટરે વારાણસી જિલ્લા અદાલતમાં સીલબંધ કવરમાં સરવે રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધુ પાનાનો છે. હવે આગામી સુનાવણી 21મી ડિસેમ્બરે થશે.

ASIએ 24 જુલાઈએ શરૂ કર્યો હતો સરવે

જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા કરાયેલા સરવેનો રિપોર્ટ આજે જિલ્લા અદાલતમાં સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સરવે દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાને સામેલ કરાયા છે. ASIએ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં 24 જુલાઈએ સરવે શરૂ કર્યો હતો. 

આ રિપોર્ટ જાહેર કરવો જોઈએ: હિન્દુ પક્ષના વકીલ

આ પહેલા ASI દ્વારા 11 ડિસેમ્બરે જણાવાયું હતું કે અધિક્ષક પુરાતત્ત્વવિદ્ અવિનાશ મોહંતીનું અચાનક બ્લડ પ્રેશર વધતા તેમની તબિયત લથડી હતી. આ કારણસર તેઓ કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ રજૂ કરી શક્શે નહીં. તેથી અમને રિપોર્ટ રજૂ કરવા વધુ એક સપ્તાહનો સમય આપો. આ દલીલ સાંભળ્યા પછી વારાણસી જિલ્લા કોર્ટે તેમને વધુ એક અઠવાડિયાનો સમય આપીને 18મી ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો. મુસ્લિમ પક્ષે ASI દ્વારા સરવે રિપોર્ટ રજૂ કરાય તે પહેલા કોર્ટ પાસે માંગણી કરી છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં કરાયેલા સરવેનો રિપોર્ટ સીલબંધ કવરમાં જ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત કોઈને પણ એફિડેવિટ વગર આ રિપોર્ટને જાહેર કરવાની મંજૂરી ન આપવામાં આવે. જોકે હિન્દુ પક્ષના વકીલે સુનાવણીમાં કહ્યું હતું કે આ રિપોર્ટ જાહેર કરવો જોઈએ.


વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં શું મળ્યું? ASIએ જિલ્લા કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કર્યો રિપોર્ટ 2 - image


Google NewsGoogle News