બંદૂકની અણીએ IIT BHUમાં વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી શોષણ કરનારા 3 નરાધમો પોલીસના સકંજામાં

60 દિવસ બાદ પોલીસને સફળતા, ત્રણેયની ઓળખ કુણાલ પાંડે, અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલ તરીકે થઇ

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
બંદૂકની અણીએ IIT BHUમાં વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી શોષણ કરનારા 3 નરાધમો પોલીસના સકંજામાં 1 - image


IIT BHU Students case | IIT બીએચયુમાં આશરે બે મહિના પહેલી બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી. આ મામલે તમામ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓની ધરપકડ ઘટનાના લગભગ 60 દિવસ બાદ થઇ હતી.  

બંદૂકની અણીએ ઘટનાને અંજામ આપ્યો હતો 

માહિતી અનુસાર  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (બનારસ હિન્દુ યુનિવર્સિટી) વારાણસી (Indian Institute of Technology (Banaras Hindu University) Varanasi) કેમ્પસમાં અડધી રાતે બુલેટ પર  આવેલા ત્રણ નરાધમોએ બંદૂકની અણીએ વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી હતી. ત્યારબાદ તેનો વીડિયો બનાવ્યો હતો. આ ઘટના બાદ કેમ્પસમાં સુરક્ષાની માગને લઇને IIT-BHUમાં  લાંબા સમય સુધી દેખાવો થયા હતા.

આરોપીઓની ઓળખ જાહેર કરાઈ 

અહેવાલ અનુસાર પકડાયેલા તમામ આરોપીઓ વારાણસીના રહેવાશી છે અને પોલીસે એ બાઈક પણ કબજે કરી લીધું છે જેનો ઉપયોગ આ ઘટનામાં થયો હતો. આરોપીઓની ઓળખ કુણાલ પાંડે, અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલ છે જેમની વારાણસીથી ધરપકડ કરી લેવામાં આવી હતી. 

ઘટના ક્યારે બની હતી? 

પીડિતા બીજી નવેમ્બરના રોજ આઈઆઈટી સેકન્ડ યરની સ્ટુડન્ટ તેના ન્યૂ ગર્લ્સ હોસ્ટેલથી રાતે દોઢ વાગ્યે વૉક પર નીકળી હતી. ત્યારે રસ્તામાં એક મિત્ર સાથે થોડીક જ આગળ વધી હતી કે આ 3 લોકો બાઈક પર આવ્યા. તેમણે બળજબરી કરીને બંનેને છૂટા પાડી દીધા અને પછી શારીરિક શોષણ કર્યું. પીડિતાએ કહ્યું હતું કે તેઓએ મને ફક્ત ડરાવી-ધમકાવી નહોતી પણ મને નિર્વસ્ત્ર કરી મારો વીડિયો બનાવી લીધો અને મને કિસ પણ કરી. તેમણે મારો મોબાઇલ નંબર પણ લઈ લીધો હતો. આ સાથે તેણે મારા પ્રાઈવેટ પાર્ટ્સને પણ સ્પર્શ કર્યો હતો. 

બંદૂકની અણીએ IIT BHUમાં વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી શોષણ કરનારા 3 નરાધમો પોલીસના સકંજામાં 2 - image


Google NewsGoogle News