અનોખી પહેલ : વારાણસી એરપોર્ટ પર 'સંસ્કૃત' માં સંભળાશે એનાઉન્સમેન્ટ, જુઓ વીડિયો
વારાણસી, તા. 22 જૂન 2022 બુધવાર
જો તમે ભવિષ્યમાં વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જાવ તો તમને સંસ્કૃત ભાષામાં કોવિડ-19ની જાહેરાત સાંભળવા મળશે. રિપોર્ટ્સ અનુસાર એરપોર્ટે સંસ્કૃતમાં મહત્વપૂર્ણ કોવિડ-19 જાહેરાત કરવાનુ શરૂ કરી દીધુ છે, એક પહેલ જેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સહયોગથી શરૂ કર્યુ છે.
અત્યાર સુધી એરપોર્ટ પર કોઈ પણ પ્રકારની જાહેરાત માટે હિંદી અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ શુક્રવારથી એરપોર્ટ પર એનાઉન્સમેન્ટ માટે ત્રીજી ભાષા તરીકે સંસ્કૃતને જોડવામાં આવી છે.
વારાણસી એરપોર્ટ પર સંસ્કૃતમાં એનાઉન્સમેન્ટ
વારાણસી એરપોર્ટએ શુક્રવારે ટ્વીટ કરી, 'હવે વારાણસી એરપોર્ટ પર અંગ્રેજી અને હિંદી બાદ સંસ્કૃતમાં પણ કોવિડ નિયમોની જાહેરાત કરવામાં આવી રહી છે. અમારા સન્માનિત યાત્રીઓને એરપોર્ટ પર આવતા જ અનુભવ થઈ જશે કે તેઓ કાશી-સંસ્કૃત ભાષાના પીઠ સ્થાનમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
એરપોર્ટ ડાયરેક્ટર આર્યમા સાન્યાલે કહ્યુ કે સંસ્કૃત જાહેરાતની પહેલ ભાષાને સન્માન આપવા માટે શરૂ કરવામાં આવી છે. સંસ્કૃતની જાહેરાતવાળી એક ક્લિપે હવે ટ્વીટર પર ધૂમ મચાવી દીધી છે. કેટલાય લોકોએ આ પહેલના વખાણ કર્યા છે જ્યારે અમુક યુઝર્સે આની ટીકા કરતા કહ્યુ કે આ આ ભાષાને પુન:જીવિત કરવા માટે કંઈ કરશે નહીં.