વારાણસી એરપોર્ટ, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોન હુમલાની ધમકી આપતા પત્રથી ખળભળાટ
લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અપાઈ
એરપોર્ટના ડિરેક્ટરને પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો
image : Wikipedia |
લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અપાઈ છે. એરપોર્ટના ડિરેક્ટરને પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો હતો જેમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ભવન સહિત દેશના અનેક અન્ય મહત્ત્વપૂર્ણ સ્થળોએ ડ્રોન વડે હુમલા કરવાની ધમકી આપવામાં આવી હતી.
પોલીસે કેસ દાખલ કર્યો
આ મામલો ધ્યાને આવતા જ વારાણસી પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધીને એ પણ જાણવા પ્રયાસ કર્યો હતો કે આ ધમકીભર્યો પત્ર ક્યાંથી મોકલાયો છે અને કોણે મોકલ્યો છે? આ પત્ર ગુરુવારે મળ્યો હતો. નિર્દેશકને સંબોધતા લખાયેલા આ પત્ર પર કોઈનું નામ લખેલું નથી.