Get The App

વાપીમાં રીક્ષા ચાલકે મહિલા રીક્ષા ચાલક સાથે બિભત્સ વર્તન કર્યું

અશ્લિલ ભાષાનો ઉપયોગ કરી મહિલા ચાલકને ધાકધમકી આપી

ચાલકને પોલીસ મથકે લઇ જવાયા બાદ ગુનો નોંધ્યો

Updated: May 31st, 2023

GS TEAM


Google News
Google News
વાપીમાં રીક્ષા ચાલકે મહિલા રીક્ષા ચાલક સાથે બિભત્સ વર્તન કર્યું 1 - image

વાપી, તા.31 મે-2023, બુધવાર

વાપીના ગીતાનગરમાં રેલવે સ્ટેશન નજીક આજે બુધવારે રીક્ષામાં પેસેન્જર ભરવાના મુદ્દે ચાલકે મહિલા રીક્ષા ચાલક સાથે બિભત્સ ભાષાનો ઉપયોગ કરી ધાકધમકી આપી હતી. લોકોએ ચાલકને સમજાવવા છતાં ગેરવર્તણૂંક કરતા તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.

પ્રાપ્ત માહિતિ અનુસાર આજે બુધવાર સવારે રીક્ષા સ્ટેન્ડ પર મહિલા રીક્ષા ચાલક કામીની (નામ બદલ્યું છે) પેસેન્જર ભરતી હતી. તે વેળા અન્ય રીક્ષા ચાલક આરીફ મોહંમદ આબુસાદ સૈયદે પેસેન્જર ભરવાના મુદ્દે કામીની સાથે બોલાચાલી કરી હતી. આરીફે તમામ હદ વટાવી કામીનીને બિભત્સ ગાળો આપી અભદ્ર શબ્દનો પ્રયોગ કરતા કામીની પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. આરીફે પોલીસ પણ કઇ કરી નહી લે એમ કહી કામીની સાથે ગેરવર્તણૂક કરતા લોકોએ સમજાવાનો પ્રયાસ પણ કર્યા હતો.

આ ગંભીર ઘટનાનો વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચક્ચાર મચી ગઇ હતી. આરીફે નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરાયો હતો. પોલીસ દોડી જઇ આરીફ સૈયદને પોલીસ મથકે લઇ જવાયા બાદ કામીનીની ફરિયાદના આધારે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Tags :