Get The App

વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ 1 - image


Vande Bharat Train : ભારતીય રેલવેનું અનમોલ નજરાણું એવી ‘વંદે ભારત’ ટ્રેન એની શરૂઆત થઈ ત્યારથી ચર્ચામાં રહી છે. આ ટ્રેનમાં આપવામાં આવેલી સુવિધાઓ અને એમાં સફર કરવાના મુસાફરોના સુખદ અનુભવને લીધે વંદે ભારત સફળ ટ્રેન ગણાઈ છે. દેશના વિવિધ રુટ પર હાલમાં કુલ 136 વંદે ભારત ટ્રેન કાર્યરત છે. 

તાજેતરમાં આ ટ્રેનની સલામતી બાબતે ચિંતા ઉપજાવે એવા સમાચાર આવ્યા છે, જે કહે છે કે વંદે ભારત ટ્રેનોના પહેલા કોચની મજબૂતી ઓછી છે, જેને લીધે એનો અકસ્માત થાય તો ગંભીર પરિણામો આવી શકે એમ છે. 

વંદે ભારતનો પહેલો કોચ નબળો છે? 

હાલમાં વંદે ભારત એક્સપ્રેસની સરેરાશ ગતિ 83 કિલોમીટર પ્રતિ કલાકની છે, પણ આ સેમી હાઈ-સ્પીડ ટ્રેનની ક્ષમતા 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની હોવાથી હવે રેલવે ઘણા રૂટ પર 160 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસિલ કરવાની યોજના બનાવી રહી છે. એવામાં રેલ્વે સેફ્ટી કમિશનનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં જણાવાયું છે કે આ ટ્રેનનો પહેલો કોચ બીજી ટ્રેનોના એન્જિન અથવા પહેલા કોચ કરતા ઘણો હળવો છે, તેથી અકસ્માત થાય તો ગંભીર નુકશાન થવાની શક્યતા છે. ટ્રેક પર ગમે ત્યારે આવી જતાં રખડતા ઢોર પણ અકસ્માતનું જોખમ વધારે છે. 

આ પણ વાંચો : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ

વધુ ગતિ વધુ ગંભીર પરિણામો નોતરી લાવે એમ છે

રેલવે સલામતી આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં એ બાબતે ખાસ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ભારતમાં રેલવે ટ્રેક ખુલ્લા હોવાથી રખડતા ઢોર ગમે ત્યારે ટ્રેક પર આવી જતા હોય છે. વંદે ભારતની ઝડપ વધારવામાં આવશે તો તેની ઢોર સાથેની અથડામણ ગંભીર અકસ્માતમાં પરિણમશે. ટ્રેનનો કોચ પ્રમાણમાં હળવો હોવાથી ટ્રેનને પણ વધુ નુકશાન થશે. 

ઢોર સાથે અથડાવાથી વંદે ભારતને નુકશાન થયું

‘ઈન્ટરનેશનલ કોચિંગ ફેડરેશન(ICF) ઈન્ડિયા’ના ભૂતપૂર્વ ચીફ મિકેનિકલ એન્જિનિયર શુભ્રાંશુનું કહેવું છે કે, વંદે ભારત ટ્રેનના આગળના નોઝ કોનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તે ટક્કર થાય ત્યારે આઘાતના મોજા સહી લે, જેથી ટ્રેનને નુકશાન ન થાય. જોકે, હકીકત એ છે કે, વંદે ભારત ટ્રેન શરૂ થયા પછી ઢોર ટ્રેન સાથે અથડાયા હોય એવી ઘણી ઘટનાઓ બની છે અને આવા અકસ્માતમાં ટ્રેનના આગલા કોચને નુકસાન પણ થયું છે.  

આ પણ વાંચો : રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં... કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઈકોર્ટ

આ પ્રકારના અકસ્માત નિવારવા માટે રિપોર્ટમાં રેલવે મંત્રાલયને નીચે મુજબના સૂચનો આપવામાં આવ્યા છે. 

રેલવે ટ્રેક સંબંધિત સુધારા

  • જે રૂટ પર ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડાવાય ત્યાં લેવલ ક્રોસિંગ ગેટ દૂર કરવા જોઈએ. લેવલ ક્રોસિંગ ગેટ એટલે જ્યાં રેલવે ટ્રેક અને રસ્તો સમાન લેવલ પર એકબીજાને ક્રોસ થતાં હોય તે જગ્યા. 
  • જે સ્થળેથી ઢોર રેલવે ટ્રેક ક્રોસ કરતા હોય છે ત્યાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના કર્મચારીઓને તહેનાત કરવા જોઈએ. 
  • ખેડૂતો તેમના પશુઓ સાથે નદી પાર કરી શકે, એ માટે રેલવેએ તેમને ભૂમિગત માર્ગો બનાવી આપવા જોઈએ, જેથી તેમને રેલવે ટ્રેક પર ચાલીને નદી પાર કરવાની ફરજ ન પડે.

વંદે ભારત ટ્રેનમાં સુધારાના સૂચનો

  1. વંદે ભારતમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે અકસ્માત થાય ત્યારે મુસાફરો સરળતાથી અને ઝડપથી બહાર નીકળી શકે.
  2. ટ્રેનમાં આગ લાગે કે પછી બીજી કોઈ કટોકટી સર્જાય તો દરવાજા આપમેળે ખુલી જાય છે એવા હોવા જોઈએ, જેથી બચાવમાં કોઈ વિલંબ ન થાય.
  3. ડ્રાઈવરના કંટ્રોલ રૂમમાંથી તમામ કોચના દરવાજા ઓપરેટ થઈ શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. આ વ્યવસ્થા આગ લાગે ત્યારે પણ કામ કરી શકે એવી હોવી જોઈએ.
  4. કટોકટીના સમયમાં ચઢવા-ઉતરવા માટે જે સીડીઓ વંદે ભારતમાં આપવામાં આવી છે એ અસુવિધાજનક છે. એમાં સુધારો કરવાની જરૂર છે.
  5. રાજધાની એક્સપ્રેસમાં દરવાજાની બહાર જે પ્રકારના ‘ગ્રેબ હેન્ડલ’ આપવામાં આવે છે એવા મજબૂત હેન્ડલ વંદે ભારત અને અન્ય ટ્રેનોમાં પણ આપવામાં આવે, જેથી તેને પકડીને ટ્રેનમાં ચઢવા-ઉતરવાનું સરળ બને. 

આ પણ વાંચો : ઉદ્ધવ-રાજ એક થવાની વાત સાંભળતા જ શિવસેનાને પડ્યો વાંધો, ઠાકરે પરિવાર પર કર્યા ગંભીર આક્ષેપ

Tags :