વંદે ભારત ટ્રેનમાં આ મુસાફરોને નહી મળે નોનવેજ, ટિકિટ બુક કરાવતાં પહેલા જાણી સંપૂર્ણ માહિતી

રેલવેમાં ખાવા- પીવા મુદ્દે વંદે ભારત ટ્રેનમાં તત્કાલ ટિકિટ પર યાત્રા કરનારા મુસાફરોને નોનવેઝ ભોજન આપવામાં નહી આવે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
વંદે ભારત ટ્રેનમાં આ મુસાફરોને નહી મળે નોનવેજ, ટિકિટ બુક કરાવતાં પહેલા જાણી સંપૂર્ણ માહિતી 1 - image
Image twitter 

તા. 30 સપ્ટેમ્બર 2023, શનિવાર 

રેલવેમાં ખાવા- પીવા મુદ્દે વંદે ભારત ટ્રેનમાં તત્કાલ ટિકિટ પર યાત્રા કરનારા મુસાફરોને નોનવેઝ ભોજન આપવામાં નહી આવે. તમને જણાવી દઈએ કે નોનવેજને લઈને કેટલીક ફરિયાદો કરવામાં આવી હતી. જેના કારણે ખાવા-પીવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

વંદે ભારતમાં માત્ર વેઝિટેબલ એટલે કે શુદ્ધ શાહાકારી ખાવાનું પરોસવામાં આવે છે

દિલ્હીથી કટરા વૈષ્ણોદેવી જતી વંદે ભારતની સુવિધા વિશે આપ દરેક લોકો પરિચિત હશો. આ સાથે સાથે તેમા મળનારી સુવિધા માટે પણ જાણકારી હશે, જો તમે ન જાણતા હોવ તો જણાવી દઈએ કે આ રુટ પર ચાલનારી વંદે ભારતમાં માત્ર વેઝિટેબલ એટલે કે શુદ્ધ શાહાકારી ખાવાનું પરોસવામાં આવે છે. પરંતુ હવે વંદે ભારત દ્વારા એક ઘોષણા કરવામાં આવી છે,  જેમા કહ્યુ કે, રેલવે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે વંદે ભારત ટ્રેનના તત્કાલ ટિકિટ લઈ મુસાફરી કરનારા પ્રવાસીઓને નોનવેજ ભોજન આપવામાં આવશે નહી.  

ટ્રેનમાં આ લોકોને આપવામાં આવશે નોનવેજ નાસ્તો અને ભોજન

આ ટ્રેનમાં નોનવેજ અને વેજ ભોજન માત્ર એ લોકોને જ આપવામાં આવશે, જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હશે. તો એક બાજુ ટ્રેનમાં ખાવા-પીવાની ગુણવત્તાને સુધારવા બાબતે પણ કેટલાક સુચનો આપવામાં આવ્યા હતા. રેલવે બોર્ડે દ્વારા કરવામાં આવેલા ફેરફાર બાબતે કહ્યું કે હવે તત્કાલ ટિકિટ ટ્રેન શરુ થવાની 15 મિનિટ પહેલા સુધી બુક કરવામાં આવે છે. આવામાં સર્વિસ આપનારને રસોઈ તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. તેના કારણે આવા મુસાફરોને હવે માત્ર વેજીટેબલ ભોજન જ આપવામાં આવશે.

તત્કાલ ટિકિટ પર નહીં મળે આ વિકલ્પ

તત્કાલ ટિકિટ પર યાત્રા કરનારા મુસાફરોને હવે નોનવેજ કે વેજનું ઓપ્શન નહી મળે. રેલવે બોર્ડ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે કન્ફર્મ ટિકિટ બુક કરાવનારા મુસાફરોને બુકિંગ પછી ઓપ્શન આપવામાં આવશે, જેમા ખાવા-પીવા સાથે જોડાયેલ ઓપ્શન પસંદ કરવાનો મોકો મળશે.



Google NewsGoogle News