ભારતનો સૌથી લાંબો કાચનો પુલ, જ્યાંથી જોઈ શકાય છે પર્વત અને સમુદ્રનો અદ્ભૂત નજારો
પહાડોમાં સમુદ્રથી 3600 ફુટ ઉંચે બનેલા આ કાચના પુલની લંબાઈ 40 મીટર
બ્રિજની મુલાકાત માટે મેથી સપ્ટેમ્બર મહિનામાં ફરવા માટે ખૂબ સારો સમય
Image Twitter |
ભારત એક એવો દેશ છે જ્યાં તમને વિવિધતા જોવા મળશે. આમ તો તમે ભારતમાં અનેક યાત્રા કરી હશે, પરંતુ ક્યારેય બે પુલ જોડાતા હોય તેવું નજીકથી જોયા છે. બે રસ્તાને પરસ્પર એકબીજાને જોડતો પુલ આર્કિટેક્ચર સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર દેખાય છે. જે થોડા સમયમાં જ પ્રવાસીઓ માટે એક ટુરિસ્ટ પોઈન્ટ બની ગયો છે. આજે આ પુલ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ કેરળમાં બનેલો આ કાચનો બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
પહાડોમાં સમુદ્રથી 3600 ફુટ ઉંચે બનેલા આ કાચના પુલની લંબાઈ 40 મીટર
કેરળમાં આવેલા વાગામોનનાં પહાડોમાં સમુદ્રથી 3600 ફુટ ઉંચે બનેલા આ કાચના પુલની લંબાઈ 40 મીટર છે. તમે પુલના છેડે ઊભા રહો છો, તો તમે લીલાછમ પહાડો, ખીણો અને કોક્કાયરના સુંદર શહેરોના આકર્ષક દૃશ્યોનો આનંદ માણી શકો છો. જો તમે પણ આ બ્રિજ પર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આવો તેની સાથે જોડાયેલી મહત્વની વાતો વિશે જાણીએ.
પુલ પર ફરવા જવા માટે 500 રુપિયા ટિકિટ
કેરળના આ બ્રિજની મુલાકાત માટે મેથી સપ્ટેમ્બર મહિનામાં ફરવા માટે ખૂબ સારો સમય માનવામાં આવે છે. આ પુલ સવારે નવ વાગ્યાથી લઈને સાંજે 6.30 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. તેમજ આ પુલ પર ફરવા જવા માટે 500 રુપિયાની ટિકિટ રાખવામાં આવી છે.
3 કરોડમાં બન્યો છે કાચનો બ્રિજ
આ ભારતનો સૌથી લાંબો પુલ છે, આ પુલનું નિર્માણ વાગમોના કોલાહલમેદુ એડવેન્ચર ગામમાં કરવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે આ પુલ બનાવવા માટેના કાચ સ્પેશિયલ જર્મની મંગાવવામાં આવ્યા છે. જેનુ નામ હાઈ ડેંસિટી છે. રિપોર્ટ પ્રમાણે આ પુલ બનાવવામાં લગભગ 35 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુલને બનાવવા પાછળ 3 કરોડનો ખર્ચ થયો હતો.