બંગાળમાં પરાજય બાદ ભાજપમાં ભડકો: એકબીજા પર હારનું ઠીકરું ફોડી રહ્યા છે નેતાઓ
Image: Facebook
Lok Sabha Election Results 2024: એનડીએને લોકસભા ચૂંટણી 2024માં બહુમત મળી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે. તેમ છતાં મહારાષ્ટ્ર, બંગાળ અને યુપીમાં ભાજપને નિરાશા હાથ લાગી છે. મહારાષ્ટ્રમાં તો દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાજ્યના ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. આ વચ્ચે બંગાળમાં પાર્ટીમાં આંતરિક વિવાદ ટોચે છે. રાજ્યમાં ભાજપને લગભગ 12 બેઠકો જ મળી છે. 2019માં તેને 18 પર જીત મળી હતી. હવે એકબીજા પર ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે. પાર્ટીના ઘણા નેતાઓએ રાજ્યના પ્રભારીઓ પર ઠીકરું ફોડ્યું પરંતુ કોઈનું નામ લીધું નથી.
ત્રણ વખતના સાંસદ અને બિષ્ણુપુર લોકસભા બેઠકથી ફરીથી જીતેલા સૌમિત્ર ખાને કહ્યું, ઘણા ભાજપ નેતાઓએ ટીએમસી સાથે સીક્રેટ ગઠબંધન કરીને રાખ્યું હતું. નહીંતર આવા પરિણામ આવત નહીં. સ્થાનિક સ્તરે, જિલ્લા લેવલે અને રાજ્ય સ્તરે આવું થયું હતું. આ પ્રકારની ગરબડ વિના આવા પરિણામ આવી શકે નહીં. રાજ્યમાં બેઠકો ઘટી તો ઘણા દિગ્ગજ નેતા પણ હાર્યા. બંગાળથી દિલીપ ઘોષ, નિસિથ પ્રમાણિક, લોકેટ ચેટર્જી, સુભાષ સરકાર અને દેબાશ્રી ચૌધરી જેવા નેતા હારી ગયા. ઘોષે કહ્યું, વિશ્વાસઘાત અને ષડયંત્ર પણ રાજકારણનો ભાગ છે. મે પોતાની તરફથી ખૂબ મહેનત કરી તેમ છતાં પરિણામ વિરુદ્ધ રહ્યું.
ઘણા કાર્યકર્તાઓ તો બહાર જ નીકળ્યાં નથી. પાર્ટી અહીં 2021ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદથી જ આગળ વધી રહી નથી. અહીં જે પ્રભારી રહ્યાં, તેમણે વિચાર કરવાની જરૂર છે. પૂર્વ સાંસદ અને પૂર્વ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના નેતૃત્વમાં જ 2019માં 18 બેઠકો પાર્ટીને મળી હતી. આ વખતે તે પોતે લોકસભા ચૂંટણી લડી રહ્યાં હતાં. પરંતુ તેમને ટીએમસીના કીર્તિ આઝાદની સામે હાર મળી. મિદનાપુર બેઠકથી ભાજપ ઉમેદવાર અગ્નિમિત્ર પોલની પણ હાર થઈ છે.
દિલીપ ઘોષના આરોપો પર સુકાંત મજૂમદારની સ્પષ્ટતા
પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે અમને આવા પરિણામની આશા નહોતી. મે વિચાર્યું નહોતું કે ઘોષ હારી જશે. મારા સમગ્ર પરિવારને આઘાત લાગ્યો છે. તે અમારા નેતા છે પરંતુ આઝાદની સામે હાર મળી. દરેક નિર્ણય મારા તરફથી લેવામાં આવતો નથી પરંતુ અધ્યક્ષ તરીકે હું જવાબદારી લઉં છુ. તેમનો ઈશારો ઘોષના તે આરોપ તરફ હતો જેમાં તેમણે કહ્યું હતું કે મને અહીં ઉતારનાર જવાબ આપે. મજૂમદારે કહ્યું કે આ પ્રકારના પરિણામની લઉં છું. મજૂમદાર પોતે 10 હજાર વોટથી બલૂરઘાટ બેઠકથી જીત્યા છે.
શુભેન્દુ અધિકારી પણ નિશાને આવી ગયા, કેમ હાર બાદ ઘેરાયા
દિલીપ ઘોષના આરોપો પર મજૂમદારે એ કહીને જવાબદારી શુભેન્દુ અધિકારી પર નાખી છે કે તમામ નિર્ણય હું લેતો નથી. પાર્ટી સૂત્રોનું કહેવું છેકે તેમનો ઈશારો અધિકારી તરફ હતો. તે રાજ્ય વિધાનસભામાં નેતા વિપક્ષ છે. તેમણે 2021માં નંદીગ્રામ વિધાનસભા બેઠકથી મમતા બેનર્જીને જ હરાવ્યા હતા. કેન્દ્રીય નેતૃત્વની નિર્ભરતા અધિકારી પર વધી ગઈ છે. જેના કારણે રાજ્ય યુનિટમાં તણાવની સ્થિતિ છે અને ખેંચાણ મચેલો છે.