Get The App

ભારતમાં આ ગામમાં 7 વાગે બંધ કરી દેવાય છે TV અને મોબાઈલ, જાણો કારણ

સ્કુલના સમય પહેલા અને પછી બાળકો મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત રહે છે

સાંજે 7 થી 8.30 કલાક સુધી દરેક પોતાનો મોબાઈલ ફોન સાઈડમાં મુકી દે છે

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
ભારતમાં આ ગામમાં 7 વાગે બંધ કરી દેવાય છે TV અને મોબાઈલ, જાણો કારણ 1 - image
Image Envato 

તા. 4 ડિસેમ્બર 2023, સોમવાર 

મહારાષ્ટ્રના સાંગલી જીલ્લાના એક ગામમાં રહીશોએ ડિજિટલ ડિટોક્સ કરાવીને સતત વધતી ડિજિટલ ડિવાઈસની લતથી બહાર નિકળવાનો રસ્તો શોધી કાઢ્યો છે. મોહિત્યાંચે વડગામમાં દરરોજ રાત્રે સાયરન વાગે છે, જે લોકોને પોતાના ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટને 1.5 કલાક માટે પોતાનાથી અલગ રાખવા માટે સંકેત આપે છે. 

રિપોર્ટ પ્રમાણે ગ્રામ પ્રધાન વિજય મોહિતે એક પ્રયોગ તરીકે આ પહેલનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ આ વિચાર હવે પરિષદ દ્વારા તેનો અમલ કરી ફરજીયાત નિયમ બનાવી દેવામા આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને ઈન્ટરનેટ પર પોતાનું ધ્યાન બરબાદ કરવાથી લઈને અભ્યાસ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તો આ સાથે મોટા અને વૃદ્ધ લોકોના સમુદાય સાથે વાતચીત કરવા અથવા વાંચવા જેવી બૌદ્ધિક પ્રવૃતિઓ માટે પ્રોત્સાહન કરવાનો છે. 

સ્કુલના સમય પહેલા અને પછી બાળકો મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત રહે છે

ગામના સરપંચે જણાવતા કહે છે કે, જ્યારે બાળકોનો ફિઝિકલ ક્લાસ ફરી થયો, તો શિક્ષકોને અહેસાસ થયો કે બાળકો આળસુ થઈ ગયા છે. બાળકો વાંચવા લખવા નથી ઈચ્છતા અને સ્કુલના સમય પહેલા અને પછી મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત રહે છે. તેમણે કહ્યું કે, ગામડાઓમાં વાંચવા લખવા માટે અલગ રુમ નથી હોતો. એટલા માટે મે ડિજિટલ ડિટોક્સનો વિચાર સામે મુક્યો હતો.

સાંજે 7 થી 8.30 કલાક સુધી દરેક પોતાનો મોબાઈલ ફોન સાઈડમાં મુકી દે છે

આજના સમયે ગામનો લોકો સાંજે 7 વાગ્યાથી 8.30 કલાક સુધી પોતાનો મોબાઈલ ફોન સાઈડમાં મુકી દે છે, ટેલીવિઝન સેટ પણ બંધ કરી દે છે અને વાંચવા- લખવા અને વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલને અમલ થઈ રહ્યો છે કે નહી તેના પર નજર રાખવા માટે ગામમાં એક વોર્ડ પ્રમાણે સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. 


Google NewsGoogle News