Get The App

ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાં એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી, 11 ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી

અધિક્ષક ઇજનેરના પદ માટે સરકારી નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર

ઓઈલ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ oilindia.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાં એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી, 11 ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી 1 - image
Image Twitter 

oil india recruitment 2024 : અધિક્ષક ઇજનેરના પદ માટે સરકારી નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા અધિક્ષક ઇજનેર (Oil India Superintending Engineer Recruitment 2024) પદ માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે, જેની અરજી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોએ એન્જિનિયરિંગમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે, તે 11 ફેબ્રુઆરી 2024 સુધીમાં આ ભરતીમાં સામેલ થવા માટે ફોર્મ ભરી શકે છે.

જે ઉમેદવારો આ પદ માટે લાયકાત ધરાવે છે તે ઓઈલ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ oilindia.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ 11 માર્ચ નક્કી કરવામાં આવી છે. 

Oil India Recruitment 2024 Application Form અરજી કરવાની લિંક 

કોણ કરી શકે છે અરજી

અધિક્ષક ઈજનેરના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ચાર વર્ષની એન્જિનિયરિંગ ડિગ્રીમાં ઓછામાં ઓછા 65 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. આ સાથે ઉમેદવારોએ પોસ્ટ લાયકાત પછી 4 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તેમજ ઉમેદવારની વધુમાં વધુ ઉંમર બિન અનામત માટે 32 વર્ષ હોવી જોઈએ. EWS માટે 34, OBC માટે 35/37 અને SC/ST માટે 37/39 નક્કી કરવામાં આવી છે.

અરજી ફી

અરજી ફોર્મ ભરવાની સાથે સાથે ઉમેદવારોએ નક્કી કરેલી ફી જમા કરાવવાની રહેશે. જનરલ તથા ઓબીસી વર્ગના ઉમેદવારોએ 500 રુપિયા ભરવાના રહેશે. જ્યારે એસસી, એસટી, પીડબલ્યુ, એક્સ સર્વિસમેન, ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં નિશુલ્ક અરજી કરી શકે છે. 



Google NewsGoogle News