Get The App

24 વર્ષનો દીકરો હેવાન બન્યો, માતા અને 4 બહેનની કરી હત્યા, લખનઉની હોટેલમાં બની ઘટના

Updated: Jan 1st, 2025


Google News
Google News
24 વર્ષનો દીકરો હેવાન બન્યો, માતા અને 4 બહેનની કરી હત્યા, લખનઉની હોટેલમાં બની ઘટના 1 - image


Uttar Pradesh News | ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી ગઈ. અહીં એક દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરી દીધી. આ ઘટના લખનઉના નાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.



મામલો શું હતો? 

માહિતી મુજબ આગ્રાનો વતની પરિવાર લખનઉમાં આવેલી હોટલ શરણજીતમાં રોકાયો હતો. ઘટના બાદ પોલીસે પુત્રને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરુ કરી હતી. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદને કારણે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આરોપીની ઓળખ જાહેર કરાઈ 

આ ઘટનાને અંજામ આપનાર આરોપીનું નામ અરશદ (24) છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેનો પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તેણે આ ગુનો કર્યો હતો.

મૃતકોના નામ

1. આલિયા (ઉંમર 9 વર્ષ, બહેન)

2. અલશિયા (ઉંમર 19, બહેન)

3. અક્સા (ઉંમર 16 વર્ષ, બહેન)

4. રહેમીન (ઉંમર 18 વર્ષ, બહેન)

5. આસ્મા (માતા)



24 વર્ષનો દીકરો હેવાન બન્યો, માતા અને 4 બહેનની કરી હત્યા, લખનઉની હોટેલમાં બની ઘટના 2 - image



Tags :
Uttrapradeshlucknow

Google News
Google News