Uttarkashi Tunnel Rescue Operation: સુરંગમાં હવે એક સાથે પાંચ અલગ-અલગ મોર્ચે એક્શન શરૂ
Image Source: Twitter
- દેશી અને વિદેશી મશીનો તથા એક્સપર્ટની મદદથી મજૂરો બહાર કાઢવા માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે
ઉત્તરકાશી, તા. 27 નવેમ્બર 2023, સોમવાર
ઉત્તકરાશીના સિલક્યારા સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે વર્ટિકલ ડ્રિલિંગ ચાલી રહ્યું છે. ઓગર મશીનના ટૂટેલા બ્લેડને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. હવે વિશેષ રૂપે મેન્યુઅલ ખોદકામ માટે પ્રશિક્ષિત લોકો હાથથી કાટમાળ હટાવીને 10 મીટર દૂર મજૂરો સુધી રસ્તો બનાવવાનો પ્રયત્ન કરશે. તે બિલકુલ એવી જ રીતે કામ કરે છે જે રીતે ઉંદરો ધીરે ધીરે દર બનાવે છે. એટલા માટે તેને રેટ માઈનર્સ પણ કહેવામાં આવે છે. સુરંગમાં હવે એક સાથે પાંચ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. મજૂરો સુરંગમાં 16 દિવસથી ફસાયેલા છે. દેશી અને વિદેશી મશીનો તથા એક્સપર્ટની મદદથી તેમને બહાર કાઢવા માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે.
41 જિદંગીને બચાવવા માટેના કામમાં દિવસ-રાત એક કામ કરી રહેલી એજન્સીઓનું સૌથી વધુ ફોકસ હજુ પણ ઓગર મશીનના રસ્તા પર જ છે. આ ક્રમમાં સૌથી પહેલુ કામ પાઈપમાં ફસાયેલા ઓગર મશીનને બહાર કાઢવાનું છે. ત્યારબાદ આગળનું ખોદકામ મેન્યુઅલ રીતે કરીને મજૂરો સુધી પહોંચવાનું છે. અન્ય વિકલ્પોમાં ત્રણ જગ્યાએથી વર્ટિકલ ડ્રિલિંગ થશે. આ હેઠળ સુરંગ ઉપરથી ડ્રિલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અન્ય બે સ્થળો માટે પણ કામ ચાલી રહ્યું છે. સુરંગના બીજા છેડે એટલે કે બારકોટ બાજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં THDCએ ચાર વિસ્ફોટ કરીને 10.7 મીટરનો રસ્તો બનાવ્યો છે.
આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મહમૂદ અહેમદે રવિવારે જણાવ્યું હતું કે, રેસ્ક્યુ ઓપરેશનમાં હવે એકસાથે અનેક પ્લાનિંગ પર કામ ચાલી રહ્યું છે. રવિવારથી ટનલની ટોચ પર વર્ટિકલ ડ્રિલિંગનું કામ શરૂ થઈ ગયું છે.
પ્લાન-1
સિલક્યારા તરફથી 800 એમએમના પાઈપમાં ફસાયેલા ઓગર મશીનને બહાર કાઢવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગળનું ખોદકામ મેન્યુઅલ રીતે કરવામાં આવશે.
પ્લાન-2
બડકોટ છેડેથી THDCએ ચાર બ્લાસ્ટ કરીને 10.7 મીટર અંદર સુધીનો રસ્તો બનાવી લીધો છે. અહીં બે મીટર પહોળાઈનો પાઈપ 483 મીટર સુધી ગોઠવવામાં આવ્યો છે.
પ્લાન-3
એસજીવીએનએલએ સુરંગની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરીને એકસ મીટર પહોળો પાઈપ 19.2 મીટર સુધી પહોંચાડી દીધો છે. અહીં કુલ 86 મીટર પાઈપ ડ્રિલ કરવામાં આવશે.
પ્લાન-4
એરવીએનએલ પર સુરંગ ઉપરથી એક અન્ય સ્થાન પર વર્ટિકલ ડ્રિલિંગ કરીને રસ્તો બનાવશે. તેના માટે મશીનો પહોંચી ગઈ છે અને તેના માટે પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યો છે.
પ્લાન-5
બડકોટ તરફથી વર્ટિકલ ડ્રિલિંગને ઓએનજીસીએ ફિલ્ડ સર્વે કરી લીધો છે. બીઆરઓએ મશીનેને પહોંચાડવા માટે 975 મીટર રસ્તો તૈયાર કર્યો છે.