Uttarkashi Tunnel Collapse: ક્રિસમસ સુધીમાં મજૂરોને બહાર કાઢી લેવામાં આવશે- ટનલ એક્સપર્ટ અર્નોલ્ડનો દાવો

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
Uttarkashi Tunnel Collapse: ક્રિસમસ સુધીમાં મજૂરોને બહાર કાઢી લેવામાં આવશે- ટનલ એક્સપર્ટ અર્નોલ્ડનો દાવો 1 - image


Image Source: Twitter

- ડિક્સના જણાવ્યા પ્રમાણે હવે કામદારોને બહાર કાઢવામાં એક મહિનાનો સમય લાગશે

ઉત્તરકાશી, તા. 25 નવેમ્બર 2023, શનિવાર

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનનો આજે 14મો દિવસ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આજે તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવશે પરંતુ ફરી એક વખત આશા તૂટી ગઈ છે.

રેસ્ક્યુ ઓપરેશનને અંગે ઈન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સે દાવો કર્યો છે જેણો ચિંતા વધારી દીધી છે. ડિક્સે કહ્યું કે અંદર મજૂરો સુરક્ષિત છે. અમે ક્રિસમસ સુધીમાં તમામ 41 કામદારોને બહાર લાવીશું. ડિક્સના જણાવ્યા પ્રમાણે હવે કામદારોને બહાર કાઢવામાં એક મહિનાનો સમય લાગશે.

જોકે, સરકાર અથવા વહીવટી તંત્ર તરફથી તેને લઈને પુષ્ટી કરવામાં નથી આવી. આજે સવારે ડ્રિલિંગ દરમિયાન ઓગર મશીન ખરાબ થયા બાદ એ અપડેટ સામે આવ્યું હતું કે, મજૂરોને બહાર કાઢવામાં હજુ બે થી ત્રણ દિવસનો સમય લાગશે. પરંતુ ત્યારબાદ ટનલ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સે ક્રિસમસ સુધીમાં મજૂરોને બહાર કાઢી લેવામાં આવશે તેઓ દાવો કર્યો છે. 

સમયરેખા અંગે અનુમાન ન લગાવે

બીજી તરફ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા મીડિયાને સલાહ આપવામાં આવી કે, બચાવ કામગીરી પૂર્ણ કરવાની સમયરેખા વિશે અનુમાન ન લગાવે. તેનાથી ખોટી ધારણા બને છે. 


Google NewsGoogle News