VIDEO : ઉત્તરકાશીમાં સિલ્કિયારા ટનલમાં ફસાયેલા શ્રમિક કેવી રીતે આવશે બહાર? NDRF ટીમે આપ્યો ડેમો
મજૂરો સુધી પહોંચવા માટે 10 મીટર જેટલું જ અંતર બાકી
Uttarkashi Tunnel: ઉતરાખંડ ઉત્તરકાશીમાં સિલ્કિયારા ટનલમાં દુર્ઘટનામાં 12 નવેમ્બરે દિવાળીના દિવસ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં આજ દિવસ સુધી 41 મજૂરો ફસાયેલા છે. હવે આ મજૂરોનું બહાર આવવાનું આશાનું કિરણ પણ ચમકી રહ્યું છે, અંદર ફસાયેલા કામદારો સુરક્ષિત છે અને તેમની સાથે વાત કરવામાં આવી રહી છે. ગઈકાલે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ગબ્બર સિંહ સાથે વાત કરી જે કામદારોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા અને આશ્વાસન આપ્યું કે આખો દેશ તેમની સાથે છે. એવામાં હવે 10-12 મીટર જેટલું જ ડ્રીલીંગ બાકી છે. ત્યારે NDRFની ટીમ દ્વારા મોરચો સંભાળવામાં આવ્યો છે. NDRFનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં શ્રમિકોને કેવી રીતે બહાર લાવવામાં આવશે તેની જાણકારી આપવામાં આવી છે.
મજૂરો સુધી પહોંચવા માટે 10 મીટર જેટલું જ અંતર બાકી
12 નવેમ્બરથી સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે યુધ્ધના ધોરણે પ્રયાસો શરુ થયા છે. આ રેસ્કયૂ ઓપરેશન તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ટનલમાં મજૂરો સુધી પહોંચવા માટે 10 મીટર જેટલું જ અંતર રહયું છે. ઓગર મશીનની મદદથી 800 મિલીમીટર વ્યાસ ધરાવતો પાઇપ નાખવાનું કાર્ય ટનલના કાટમાળ ધરાવતા ભાગની નજીક પહોંચી ગયું છે.
શું છે સમગ્ર મમલો?
12 નવેમ્બરે મોડી રાતે બ્રહ્મખાલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનેલી ટનલનો એક ભાગ તૂટી પડતાં 40 મજૂરો ટનલની અંદર ફસાયા હતા. ટનલની કુલ લંબાઈ 4.5 કિમી છે, જેમાંથી 2,340 મીટર સિલ્ક્યારા છેડેથી અને 1,750 મીટર દાંડલગાંવ છેડેથી બાંધવામાં આવી છે. ટનલના બંને છેડા વચ્ચે 441 મીટરનું અંતર હજુ બાંધવાનું બાકી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિલ્ક્યારા બાજુથી ટનલ તૂટી હતી, જે પ્રવેશદ્વારથી 200 મીટર દૂર હતું.