Get The App

ઉત્તરકાશી : 40 મજૂરોને ટનલમાં ફસાયાને 72 કલાક વીત્યાં, ડ્રિલિંગ મશીન બગડ્યું, નવેસરથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

ફસાયેલા શ્રમિકોમાં ઝારખંડના સૌથી વધુ

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
ઉત્તરકાશી : 40 મજૂરોને ટનલમાં ફસાયાને 72 કલાક વીત્યાં, ડ્રિલિંગ મશીન બગડ્યું, નવેસરથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ 1 - image



Uttarakhand under construction Tunnel collapse : ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી નિર્માણાધીન ટનલનો એક ભાગ શનિવારે મોડી રાત્રે તૂટી પડતાં લગભગ 40 શ્રમિકો અંદર ફસાયા હતા. આ શ્રમિકોને ટનલમાં 72 કલાક જેટલો સમય વિતાવો પડ્યો છે. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય સતત ચાલુ છે. બચાવ કામગીરી દરમિયાન ઓગર ડ્રિલિંગ મશીન તૂટી જવાને કારણે બચાવ કામગીરીને અસર થઈ છે. જોકે, ક્ષતિગ્રસ્ત મશીનને દૂર કરીને નવું ડ્રિલિંગ મશીન લગાવવા માટે પ્લેટફોર્મ લેવલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિષ્ણાતો અનુસાર આજ સુધીમાં તમામ કામદારોને બહાર કાઢવામાં આવશે અને બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

ફસાયેલા શ્રમિકોમાં ઝારખંડના સૌથી વધુ 

આ દુર્ઘટનામાં જે રાજ્યોના શ્રમિકો ટનલમાં ફસાયા છે તેમાં બિહારના 4, ઉત્તરાખંડના 2, બંગાળના 3, યુપીના 8, ઓરિસ્સાના 5, ઝારખંડના 15, આસામના 2 અને હિમાચલ પ્રદેશના એક કર્મચારીનો સમાવેશ થાય છે. ટનલમાં ફસાયેલા શ્રમિકો ખોરાકની માંગ કરવામાં આવી હતી જેમને પાઇપ દ્વારા ખોરાક મોકલવામાં આવે છે. આ શ્રમિકોનું અંતર લગભગ 35 મીટર હોવાનું કહેવાય છે. આ માહિતી સત્તાવાર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટનાક્રમ?

શનિવારે મોડી રાત્રે બ્રહ્મખાલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનેલી ટનલનો એક ભાગ તૂટી પડતાં 40 મજૂરો ટનલની અંદર ફસાયા હતા. ટનલની કુલ લંબાઈ 4.5 કિમી છે, જેમાંથી 2,340 મીટર સિલ્ક્યારા છેડેથી અને 1,750 મીટર દાંડલગાંવ છેડેથી બાંધવામાં આવી છે. ટનલના બંને છેડા વચ્ચે 441 મીટરનું અંતર હજુ બાંધવાનું બાકી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિલ્ક્યારા બાજુથી ટનલ તૂટી હતી, જે પ્રવેશદ્વારથી 200 મીટર દૂર હતું.


Google NewsGoogle News