ઉત્તરકાશી રેસ્ક્યુ ઓપરેશનમાં ફરી અવરોધ, અત્યાર સુધીની સૌથી મોટી મુશ્કેલી, હવે વર્ટિકલ ડ્રિલિંગ અંગે લેવાશે નિર્ણય
11 ટનલમાં ઓગર મશીન દ્વારા ઓપરેશન કરવું હવે ઘણું મુશ્કેલ થઇ રહ્યું છે
Uttarkashi Tunnel : ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે 14 દિવસથી પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ બચાવની કાર્યવાહીમાં વારંવાર અડચણ આવી રહી છે. હાલમાં સામે આવતી જાણકારી અનુસાર સિલ્ક 11 ટનલમાં ઓગર મશીન દ્વારા ઓપરેશન કરવું હવે ઘણું મુશ્કેલ બની ગયું છે. મશીન સામે અત્યાર સુધીનો સૌથી મોટો અવરોધ આવી ગયો છે.
ઓગર મશીન જાળીમાં અટવાઇ ગયું
ગઈકાલે સાંજે ડ્રિલિંગ દરમિયાન મશીનની સામે રીડ્સની જાળી મશીનની સામે આવતા ઓગર મશીનની બ્લેડ જાળીમાં ફસાઈ ગઈ હતી. ઓગર મશીનનો આગળનો ભાગ લોખંડની પાઇપના છેડે અટવાઇ ગયો હતો. જેના કારણે બચાવ કામગીરીમાં એક નવો વિલંબ ઉભો થયો. આ મશીનના સંચાલનમાં અત્યાર સુધીની આ સૌથી મોટી મુશ્કેલી છે.
વર્ટિકલ ડ્રિલિંગ માટે તૈયારી!
મશીનમાં પાઈપ દબાવીને કાટમાળને દૂર કરવાની ક્ષમતા છે, પરંતુ જાળીને કારણે આ રસ્તો પણ બંધ થઈ ગયો છે. આ અંગે થોડા સમયમાં એક મોટી બેઠક યોજાવાની છે જેમાં વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ONGC, SGVNL હવે વર્ટિકલ ડ્રિલિંગ માટે તૈયારી કરી રહ્યા છે.
મજૂરો સુધી પહોંચવા માટે 10 મીટર જેટલું જ અંતર બાકી
12 નવેમ્બરથી સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે યુધ્ધના ધોરણે પ્રયાસો શરુ થયા છે. આ રેસ્કયૂ ઓપરેશન તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ટનલમાં મજૂરો સુધી પહોંચવા માટે 10 મીટર જેટલું જ અંતર રહયું છે. ઓગર મશીનની મદદથી 800 મિલીમીટર વ્યાસ ધરાવતો પાઇપ નાખવાનું કાર્ય ટનલના કાટમાળ ધરાવતા ભાગની નજીક પહોંચી ગયું છે.
શું છે સમગ્ર મમલો?
12 નવેમ્બરે મોડી રાતે બ્રહ્મખાલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનેલી ટનલનો એક ભાગ તૂટી પડતાં 40 મજૂરો ટનલની અંદર ફસાયા હતા. ટનલની કુલ લંબાઈ 4.5 કિમી છે, જેમાંથી 2,340 મીટર સિલ્ક્યારા છેડેથી અને 1,750 મીટર દાંડલગાંવ છેડેથી બાંધવામાં આવી છે. ટનલના બંને છેડા વચ્ચે 441 મીટરનું અંતર હજુ બાંધવાનું બાકી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિલ્ક્યારા બાજુથી ટનલ તૂટી હતી, જે પ્રવેશદ્વારથી 200 મીટર દૂર હતું.