ઉત્તરકાશી ટનલ અપડેટ્સ : તમામ અવરોધ દૂર, તૈયારીઓ પૂર્ણ, ફસાયેલા 41 મજૂરોને આજે બચાવી લેવાશે
હાલ NDRF અને SDRFની ટીમ ટનલની અંદર પહોંચી ગઈ છે
બચાવ સ્થળ પર 40 એમ્બ્યુલન્સ અને 15 ડૉક્ટરોની ટીમ તૈનાત
Uttarkashi Tunnel Rescue : ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે ત્યારે આજે 12માં દિવસે સારા સમાચાર મળી શકે છે. હાલ NDRF અને SDRFની ટીમ ટનલની અંદર પહોંચી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અને CM પુષ્કર સિંહ ધામી સિલ્ક્યારા પહોંચ્યા છે.
CM પુષ્કર સિંહ ધામી સિલ્ક્યારા પહોંચ્યા
ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મડજૂરોને બચાવવા માટે બચાવ અભિયાન હવે અંતિમ તબક્કામાં છે ત્યારે આજે આ રેસ્ક્યુ ઓપરેશનનો 12મો દિવસ છે અને આજે તમામ મજૂરો સુરક્ષિત બહાર આવશે તેવી આશા છે. હાલ NDRF અને SDRFની ટીમ ટનલની અંદર પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. કેન્દ્રીય મંત્રી જનરલ વીક સિંહ અને CM પુષ્કર સિંહ ધામી સિલ્ક્યારા પહોંચ્યા છે. CM પુષ્કર સિંહ ધામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મારી પ્રાર્થના છે કે બધા સુરક્ષિત રીતે બહાર આવે.
40 એમ્બ્યુલન્સ અને 15 ડૉક્ટરોની ટીમ તૈનાત
સિલ્ક્યારા ટનલ સાઇટ પર હાલ બચાવ કાર્ય ચાલુ છે ત્યારે ઓક્સિજન સિલિન્ડર, માસ્ક, સ્ટ્રેચરથી લઈને અન્ય તમામ તબીબી સહાય મશીનો સાઇટ પર હાજર રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સ સ્ટાફ મેમ્બરે જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી પાસે અહીં 40 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે આ ઉપરાંત 15 ડૉક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે.