ઉત્તરકાશીમાં મસ્જિદ વિવાદ: ભારે બબાલ બાદ પોલીસનો લાઠીચાર્જ, કલમ 163 લાગુ
Uttarkashi Masjid Controversy: ઉત્તરકાશીમાં ગુરૂવારે મસ્જિદ વિવાદે હિંસકે રૂપ લઈ લીધું છે, જેનાથી શહેરમાં તણાવપૂર્ણ માહોલ પેદા થઈ ગયો છે. જ્યારે સંયુક્ત સનાતન ધર્મ રક્ષક દળ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાન પોલીસ અને દેખાવકારોઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટનામાં આઠ પોલીસકર્મી સહિત 27 લોકો ઘાયલ થયાં છે. તણાવને જોતા બીએનએસની ધારા 163 લગાવવામાં આવી છે.
આ વિશે માહિતી આપતા ઉત્તરકાશી SP અમિત શ્રીવાસ્તવે કહ્યું કે, ગુરૂવારે સંયુક્ત સનાતન ધર્મ રક્ષક દળની રેલીને પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમનો રૂટ અને સમય પણ નક્કી હતો. પરંતુ, તે આપવામાં આવેલા રૂટની બદલે બીજા રૂટથી જવાની જીદ્દ કરી રહ્યા હતાં. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો અમુક દેખાવકારોએ પથ્થરમારો શરૂ કરી દીધો, ત્યારબાદ પોલીસે હળવો બળ પ્રયોગ કરી ભીડને વિખેરી. આ ઘર્ષણ દરમિયાન 8 પોલીસકર્મીને ઈજા થઈ છે, જેમાંથી બે પોલીસકર્મીને ગંભીર ઈજા થઈ છે.
આ પણ વાંચોઃ યુપીમાં ગુંડારાજ! 28 બાળકોને લઈ જતી સ્કૂલ વાન પર 3 યુવકોનું અંધાધૂંધ ફાયરિંગથી ખળભળાટ
ગુરૂવારે (24 ઓક્ટોબર) હિન્દુ સંગઠનો દ્વારા મસ્જિદના વિરોધમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હનુમાન ચોક પર એકઠા થયાં. દેખાવ કરનાર મસ્જિદની તરફ મોરચો લઈ જવા માગતા હતાં, પરંતુ પોલીસે ભડવાટી રોડ પર વિશ્વનાથ ત્રણ રસ્તા પર પહેલાંથી જ બેરિકેડિંગ કરી રાખી હતી, જેથી રેલી મસ્જિદ સુધી ન પહોંચી શકે.
પોલીસના લાઠીચાર્જ બાદ તણાવ
ત્યારબાદ બંને પક્ષોમાં તણાવ વધી ગયો અને ધક્કા-મુક્કી શરૂ થઈ, જેના કારણે પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. વળી નારાજ દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કરાવ્યો. આ ઘર્ષણમાં પોલીસ અને દેખાવકારો બંને તરફથી ઘણાં લોકો ઘાયલ થયાં છે. અધિકારીઓએ સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેખાવકારોઓએ પોલીસની વાત માનવાનો ઈનકાર કરી દીધો.
લાઠીચાર્જ બાદ દેખાવકારોઓની ભીડ વિખેરાઈ ગઈ અને અમુક લોકો કલક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં તેઓએ જિલ્લા પ્રશાસન સામે નારાબાજી કરી હતી. બાદમાં, દેખાવકારો નાના-મોટા સમૂહમાં ફેલાઈ ગયા અને બીજા સંપ્રદાયના વેપારીઓની દુકાનોને નિશાનો બનાવવાનો શરૂ કરી દીધો. આ દરમિયાન બજારમાં અફરાતફરી મચી ગઈ અને વેપારીઓ પોતાની દુકાનો બંધ કરવા લાગ્યા.
આ પણ વાંચોઃ 98 લોકોને એકસાથે જન્મટીપની સજા... 10 વર્ષ જૂના દલિત વિરોધી હિંસાના કેસમાં કોર્ટનો ફેંસલો
સમગ્ર વિસ્તારમાં BNSS ની ધારા 163 લાગુ
સમગ્ર સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ અને પ્રશાસનની તરફથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી. જિલ્લામાં મોડી સાંજે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા 163 લાગુ કરવામાં આવી છે. જે હેઠળ જિલ્લામાં પાંચ અથવા પાંચથી વધારે વ્યક્તિના એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય, સભા, જુલુસ, દેખાવ અને ધ્વનિ વિસ્તારક યંત્રનો ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ધારા 163ના ઉલ્લંઘન પર કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
ઘટના બાદ પોલીસે રેલીમાં ભાગ લેનારને શાંતિ જાળવી રાખવા અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાની અપીલ કરી છે. તેમ છતાં, શહેરમાં તણાવનો માહોલ યથાવત છે અને બજારમાં સામાન્ય ગતિવિધિ પ્રભાવિત થઈ રહી છે. પોલીસે લાઠીચાર્જના વિરોધમાં આજે હિન્દુ સંગઠનોએ બંધનું એલાન કર્યું છે. આ દરમિયાન સવારથી જ દુકાનો બંધ છે. જેના કારણે યાત્રીઓને પાણી મળવાની પણ મુશ્કેલી થઈ રહી છે. પોલીસ અને પ્રશાસનવ સ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ અપ્રિય ઘટનનાને રોકવા તત્પર છે.
ઉત્તરકાશીમાં આ પ્રકારની હિંસા અને તણાવ અનપેક્ષિત નથી, પરંતુ પ્રશાસન અને પોલીસને આશા છે કે, જલ્દીથી સ્થિતિ સામાન્ય થઈ જશે. સુરક્ષા દળોને સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.