સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આ હથિયારની સૌથી મોટી ભૂમિકા, અંત સુધી રેસ્ક્યૂ ટીમનો આપ્યો સાથ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આ હથિયારની સૌથી મોટી ભૂમિકા, અંત સુધી રેસ્ક્યૂ ટીમનો આપ્યો સાથ 1 - image


Uttarakhand tunnel rescue success : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં 17 દિવસથી ફંસાયેલા તમામ 41 શ્રમિકોને એક બાદ એક બહાર કઢાયા છે. ત્યારબાદ શ્રમિકોને એમ્બ્યુલન્સમાં બેસાડીને હેલ્થ ચેકઅપ માટે લઈ જવાયા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અમેરિકન ઓગર મશીન ચર્ચામાં આવ્યું. જો આપણે કહીએ કે તેના વિના રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ જ મુશ્કેલીભર્યું હોત તો આ કહેવું બિલકુલ ખોટું નથી. આ સાથે NDRF અને SDRFની ટીમની મહામહેનત બાદ આ કામ પાર પડ્યું છે.

ઓગર મશીને 46.8 મીટર સુધી કરી ડ્રિલ

ઑગર મશીને ઉત્તરકાશીમાં દિવસ-રાત ડ્રિલિંગનું કામ કર્યું હતું. એક એવો સમય આવ્યો હતો કે ઓગર ડ્રિલિંગ મશીન સિલ્કયારા સુરંગમાં 46.8 મીટર સુધી ડ્રિલ કરી ચૂકી હતી. ત્યારબાદ મેન્યૂઅલ રીતે ડ્રિલિંગ કરવામાં આવ્યું, પરંતુ આ દરમિયાન ઓગર મશીન દ્વારા જ પાઈપને પુશ કરવાનું કામ કરાયું.

ઓગર મશીનના પાર્ટ્સ ફંસાતા સૌ ચિંતામાં મુકાયા હતા

જે સમયે ઓગર મશીનના પાર્ટ્સ પાઈપમાં ફસાયા હતા, તે સમયે આખો દેશ ચિંતામાં મુકાયો હતો. લોકો વિચારવા લાગ્યા હતા કે, હવે આગળનો રસ્તો કેવી રીતે કાપીશું, પરંતુ આ કામમાં લાગેલી તમામ એજન્સીઓના કર્મચારીઓ અને અધિકારીઓએ હાર ન માની. ઓગર મશીનના બ્લેડને કાપવા માટે હૈદરાબાદથી પ્લાઝ્મા કટરને એરલિફ્ટ કરીને લવાયું. જ્યારબાદ ઓગર મશીનના પાર્ટ્સને પાઈપથી કાપીને કઢાયા.

કેવી રીતે કામ કરે છે ઓગર મશીન?

સિલ્કયારા ટનલમાં જે ઓગર ડ્રિલિંગ મશીને કામ કર્યું, તે અમેરિકન ઓગર મશીન છે. જેને વાયુસેનાના ત્રણ પરિવહન વિમાનોએ દિલ્હીથી એરલિફ્ટ કરીને દેહરાદુન સુધી પહોંચાડાયું હતું. ત્યાંથી રોડના રસ્તે ટનલ સાઈટ પર પહોંચાડાયું હતું. આ મશીન 5 મીટર પ્રતિ કલાકના હિસાબથી ટનલમાં જમા કાટમાળને ડ્રિલ કરી શકે છે. એટલે 10 કલાકમાં 50 મીટર સુધી ખોદકામ કરે છે. પહેલા ડ્રિલિંગ મશીન ખુબ ધીમું હતું અને ટેકનિકલ સમસ્યાઓ આવી રહી હતી. આ ઓગર મશીનને એન્જિનિયરિંગ હોરીજોન્ટલ ઓગર ડ્રિલિંગ મશીન કહેવામાં આવે છે. આ મશીન માત્ર પર્વતો અને કાટમાળના ખાડો જ નથી કરતી પરંતુ તેની અંદર જઈને જગ્યા બનાવે છે અને તેની ફરતી બ્લેડ કાટમાળને ત્યાંથી બહાર પણ કાઢે છે. તેને બરમા પણ કહે છે.

સરકારે રેટ હોલ માઈનર્સનો લીધો સહારો

ત્યારબાદ ભારત સરકારે આ કામમાં રેટ હોલ માઈનર્સને લગાવ્યા હતા. રેટ હોલ માઈનર્સ એવી સ્થિતિમાં કોઈ પણ બીજી ટીમના મુકાબલે વધુ સારી રીતે કામ કરે છે. તેનું કારણ છે કે, તેના આવ્યા બાદ શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા છે. ઓગર ડ્રિલિંગ મશીનના ટુકડાને કાટમાળથી બહાર કઢાયા બાદ એક નાની જગ્યાથી હાથી ઉપકરણોના ઉપયોગથી ડ્રિલિંગના અંતિમ તબક્કાને પૂર્ણ કરવા માટે 12 રેટ હોલ ખનન વિશેષજ્ઞોને બોલાવાયા હતા. તેમણે 24 કલાકથી ઓછા સમયમાં 10 મીટરનું ખોદકામ કરીને અભૂતપૂર્વ કામ કર્યું.


Google NewsGoogle News