Get The App

ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 52 લોકોના મોત, સૌથી વધુ કેદારનાથમાં હાર્ટ એટેકના કારણે થયા મૃત્યુ

Updated: May 24th, 2024


Google NewsGoogle News
ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 52 લોકોના મોત, સૌથી વધુ કેદારનાથમાં હાર્ટ એટેકના કારણે થયા મૃત્યુ 1 - image


Chardham Yatra : ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે. જેમાંથી બદ્રીનાથમાં 14, કેદારનાથમાં 23, ગંગોત્રીમાં 03 અને યમુનોત્રીમાં 12 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં કેદારનાથમાં 350 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જેનું મુખ્ય કારણ છાતીમાં દુખાવો, બેચેની અને હાર્ટ એટેક છે.

બદ્રીનાથ ધામની યાત્રાએ આવેલા કેરળના એક ભક્તનું ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોએ વિષ્ણુપ્રયાગમાં જ અંતિમ સંસ્કાર કર્યા હતા. અત્યાર સુધીમાં બદ્રીનાથ ધામની યાત્રાએ આવેલા આઠ શ્રદ્ધાળુઓનું હાર્ટ એટેક થવાથી મૃત્યુ થયું છે.

કેરળના તિરુવનંતપુરમથી ચાર મહિલાઓ અને બે પુરૂષો બદ્રીનાથ દર્શન માટે આવ્યા હતા. શ્રીનિવાસન (63)નું બુધવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક અવસાન થયું હતું. CMO ડૉ. રાજીવ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે. આ પછી પરિવારજનો મૃતદેહને વિષ્ણુપ્રયાગ લઈ આવ્યા, પરંતુ તેમની પાસે અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ સામગ્રી ન હતી. આ અંગે તેમણે જોશીમઠ નગરપાલિકા પાસે મદદ માંગી હતી. આના પર પાલિકાએ તેમને સામગ્રી પૂરી પાડી હતી, ત્યારબાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હેમકુંડ સાહિબની યાત્રાએ આવેલા પંજાબના એક યાત્રીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. હેમકુંડ સાહિબના દરવાજા 25 મેના રોજ ખુલશે. કેટલાક ભક્તો પહેલેથી જ ખંઢેરિયા પહોંચી રહ્યા છે.


Google NewsGoogle News