VIDEO : ઓપરેશન સફળ, ટનલમાંથી તમામ 41 શ્રમિકોને બહાર કઢાયા, પરિવારજનોમાં હર્ષોલ્લાસ, CM ધામીએ કર્યું સ્વાગત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગ્યો

વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News

VIDEO : ઓપરેશન સફળ, ટનલમાંથી તમામ 41 શ્રમિકોને બહાર કઢાયા, પરિવારજનોમાં હર્ષોલ્લાસ, CM ધામીએ કર્યું સ્વાગત 1 - image

સિલ્ક્યારા, તા.28 નવેમ્બર-2023, મંગળવાર

Uttarakhand Silkyara Tunnel Rescue : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગ્યો છે. તમામ 41 શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે. NDRF-SDRF, ઉત્તરારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પાર પડાઈ છે. શ્રમિકોના બહાર આવવાની શરૂઆત થતાં જ સૌકોઈમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. શ્રમિકો બહાર આવવાની સાથે જ તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટનલ પાસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત) સહિતના નેતાઓ શ્રમિકોનું સ્વાગત કર્યું હતું. તમામ શ્રમિકોને અહીંથી હોસ્પિટલ ખસેડાયા છે, ત્યાં આરોગ્યને લઈ તેમની દેખરેખ રાખવામાં આવશે. તમામ શ્રમિકો 8 રાજ્યોના હોવાનું પણ કહેવાય છે.

VIDEO : ઓપરેશન સફળ, ટનલમાંથી તમામ 41 શ્રમિકોને બહાર કઢાયા, પરિવારજનોમાં હર્ષોલ્લાસ, CM ધામીએ કર્યું સ્વાગત 2 - image

ટનલમાંથી બહાર કઢાયેલ શ્રમિકોની યાદી

VIDEO : ઓપરેશન સફળ, ટનલમાંથી તમામ 41 શ્રમિકોને બહાર કઢાયા, પરિવારજનોમાં હર્ષોલ્લાસ, CM ધામીએ કર્યું સ્વાગત 3 - image

પરિવારજનોમાં હર્ષોલ્લાસ, ટનલ પાસે મિઠાઈનું વિતરણ

ટીમો બાદ અથાગ મહેનત બાદ શ્રમિકો બહાર આવી રહ્યા છે, ત્યારે શ્રમિકોના બહાર આવાની ખુશીમાં ટનલની પાસે ભારે હર્ષોલલ્લાસ જોવા મળી રહ્યો છે. અહીં શ્રમિકોના પરિવારજનો દ્વારા મિઠાઈનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ટનલમાંથી બહાર નિકળેલા પ્રથમ વ્યક્તિની તસવીર

છેલ્લા 17 દિવસથી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. હાલ ટમનમાંથી પ્રથમ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે, જેમનું મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું છે.

VIDEO : ઓપરેશન સફળ, ટનલમાંથી તમામ 41 શ્રમિકોને બહાર કઢાયા, પરિવારજનોમાં હર્ષોલ્લાસ, CM ધામીએ કર્યું સ્વાગત 4 - image


મુખ્યમંત્રી મમતાએ બંગાળના લોકોને પરત લાવવા ટીમ મોકલી

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે એક ટીમ મોકલી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં માહિતી આપતા જણાવ્યું કે, અમારા લોકોની મદદ માટે એક ટીમ ઉત્તરકાશી મોકલાઈ છે. 

આ 8 રાજ્યોના શ્રમિકો

ઉલ્લેખનિય છે કે, ટનલ સત્તાવાળાઓએ અગાઉ જાહેર કરેલી યાદી મુજબ આ 41 શ્રમિકોમાં બિહારના 5, ઝારખંડના 15, ઉત્તરપ્રદેશના 8, ઓડિશાના 5, પશ્ચિમ બંગાળના 3 અને ઉત્તરાખંડ-આસામના 2-2, જ્યારે હિમાચલ પ્રદેશના 1 શ્રમિકનો સમાવેશ થાય છે.

શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલ મોકલાશે

હાલ ટનલની બહાર એમ્બ્યુલન્સની પણ ખડેપગે ઉભી છે, જેમાં તમામ શ્રમિકોને ચિન્યાલીસૌડની હોસ્પિટલ ખસેડાશે, જ્યાં તેમની આરોગ્ય તપાસ કરવામાં આવશે. હાલ સ્થળ પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિતના અધિકારીઓ ઉપસ્થિત છે. તો ટનલની બહાર આર્મી સહિત પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે. 

વડાપ્રધાને CM સાથે ફરી ફોન પર વાતચીત કરી 

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)ને ફરી ફોન કરીને ટનલમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી લીધી હતી. તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા કામદારોની સુરક્ષાની સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી લેવી જોઈએ.

માઈનીંગ વચ્ચે શરુ થયો વરસાદ

આજે સવારે માઈનીંગ વચ્ચે સિલ્ક્યારામાં વરસાદ શરૂ થયો હતો. આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં લાગેલી ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જોકે વરસાદ રોકાઈ ગયા બાદ સૌકોઈએ રાહતના શ્વાસ લીધા હતા. 


Google NewsGoogle News