Silkyara Tunnel : શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢનાર રેસ્ક્યૂ ટીમ પર અભિનંદનની વર્ષા, આનંદ મહિન્દ્રા અને કોંગ્રેસે કર્યું ટ્વિટ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે રેસ્ક્યૂ ટીમને પાઠવ્યા અભિનંદન
રેસ્ક્યૂ ટીમે 17 દિવસની અથાગ મહેનત બાદ ટનલમાંથી 41 શ્રમિકોને બહાર કાઢ્યા : આનંદ મહિન્દ્રા
સિલ્કયારા, તા.28 નવેમ્બર-2023, મંગળવાર
Uttarakhand Silkyara Tunnel Rescue : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગ્યો છે. ટમનમાંથી તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા છે. આ અહેવાલો સામે આવ્યા બાદ રાજકીય પક્ષો સહિત ઉદ્યોગપતિઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત સૌકોઈ રેસ્ક્યૂ ટીમને અભિનંદન પાઠવી રહી છે.
આનંદ મહિન્દ્રાએ કર્યું ટ્વિટ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા રેસ્ક્યૂ ટીમને અભિનંદન પાઠવ્યા છે. મહિન્દ્રાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, આ કૃતજ્ઞતાનો સમય છે, જેમણે આ 41 બહુમૂલ્ય જિંદગિઓને બચાવવા માટે 17 દિવસ સુધી અથાક પરિશ્રમ કર્યો, તે તમામ વ્યક્તિને અભિનંદન... કોઈપણ રમતમાં જીતથી પણ આ બાબત વધુ છે... આપે દેશનું મનોબળ વધાર્યું છે અને અમારી આશાઓને એક કરી છે. આપે અમને યાદ અપાવ્યું છે કે, જ્યારે આપણા કાર્યો અને પ્રાર્થનાઓ સહયોગ સાથે અને સામુહિક થાય, ત્યારે ટનલમાંથી નિકળવું મુશ્કેલ નથી, કોઈપણ કાર્ય અસંભવ નથી...
કોંગ્રેસ નેતાએ રેસ્ક્યૂ ટીમને પાઠવ્યા અભિનંદન
કોંગ્રેસ (Congress) નેતા જયરામ રમેશે (Jairam Ramesh) ટ્વિટ કર્યું જણાવ્યું કે, 17 દિવસના અથાગ મહેનત બાદ ઉત્તરાખંડની સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે. દેશભરના લોકો શ્રમિકોને ઉલ્લેખનિય ધૈર્યને સલામ કરે છે. દેશભરના લોકો રેસ્ક્યૂ ટીમના સમર્થન, કૌશલ્ય અને દૃઢતાને પણ સલામ કરે છે અને તેમનો દિલથી આભાર વ્યક્ત કરે છે.