'આંદોલન, બંધ કે રમખાણોમાં સંપત્તિને નુકસાન કરશો તો..', ભાજપ શાસિત રાજ્યમાં નવો કાયદો
Uttarakhand Anti-Riot Law : ઉત્તરાખંડમાં રમખાણો અને આંદોલન પર કડક કાયદો લાગુ કરી દેવાયો છે. જેમાં રમખાણો અને આંદોલનો દરમિયાન થયેલાં નુકસાનનું વળતર દોષિતો પાસેથી કરવામાં આવશે. રાજ્યમાં કોઈ રમખાણ બાદ થયેલી જાહેર સંપત્તિના નુકસાનની વસુલાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે રાજ્યપાલની મંજૂરી બાદ નવો કાયદો લાગુ કરી દીધો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ કાયદો રાજ્યની શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે આવશ્યક જણાવ્યું છે. આ કાયદાથી સુનિશ્ચિત કરવામાં આવશે કે, દેવભૂમિની શાંતિ વ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર પર કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં કોઈપણ આવા કૃત્ય ન કરે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડ જાહેર (સરકારી) તથા ખાનગી સંપત્તિના નુકસાનની વસુલી (અધ્યાદેશ) કાયદો-2024 ને રાજ્યપાલે મંજૂરી આપી તે માટે તેમનો આભાર અને ધન્યવાદ કહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું, 'આ કાયદા હેઠળ અન્ય રમખાણ કરનાર પાસેથી સરકારી અને ખાનગી સંપત્તિને થયેલા નુકસાનનું વળતર વસૂલવામાં આવશે. આ સાથે જ રમખાણો પર રોકાયેલા સરકારી કર્મચારીઓ અને અન્ય કાર્યો પર થતાં ખર્ચને પણ વસુલવામાં આવશે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કોઈને પણ કાયદો વ્યવસ્થા અને રાજ્યના મૂળ સ્વરૂપને બગાડવાની છૂટ નથી. આ કાયદાનો રાજ્યમાં કડકાઈથી પાલન કરાવવામાં આવશે.'
उत्तराखण्ड लोक (सरकारी) तथा निजी संपत्ति क्षति वसूली (अध्यादेश) कानून 2024 को मंजूरी प्रदान करने पर माननीय राज्यपाल @LtGenGurmit जी (से. नि.) का हार्दिक आभार !देवभूमि उत्तराखण्ड में कानून व्यवस्था और मूल स्वरूप बिगाड़ने की किसी को छूट नहीं है। इस कानून का राज्य में कठोरता से…— Pushkar Singh Dhami (@pushkardhami) September 19, 2024
આ પણ વાંચોઃ વક્ફ બોર્ડ બિલ અંગે જેપીસીને મળ્યાં 1,20,00,000 અભિપ્રાય, સમિતિના ચેરમેને કરી આ માગ
નવા કાયદામાં શું જોગવાઈ છે?
રમખાણો અને આંદોલન દરમિયાન સંપત્તિને નુકસાન પહોંચાડનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ, રમખાણો નિયંત્રણ પર સરકારી ખર્ચનું વળતર પણ રમખાણ કરનાર દોષિતો પાસેથી વસુલવામાં આવશે. સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા પર આઠ લાખ સુધીનો દંડ, રમખાણ કરનાર પાસે વળતર વસુલવામાં આવશે. બંધ અને હડતાળ દરમિયાન સંપત્તિને નુકસાન પહોંચાડાશે તો આયોજન કરનાર નેતા પણ તેના માટે જવાબદાર રહેશે.
રમખાણ કરનાર પાસેથી વળતર વસુલવાસની સાથે-સાથે રમખાણ નિયંત્રણના ખર્ચ પણ વસુલવામાં આવશે. આ વર્ષે ઓગસ્ટમાં ગૈરસૈણ સત્ર દરમિયાન ધામી સરકારે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું અને ધ્વનિ મતે વિધાનસભામાંથી તેને પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં જાહેર સંપત્તિ જેમાં ઈમારત, વાહન, રસ્તા વગેરે સામેલ છે.
मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी ने उत्तराखण्ड लोक (सरकारी) तथा निजी संपत्ति क्षति वसूली (अध्यादेश) कानून-2024 को राज्यपाल महोदय द्वारा मंजूरी प्रदान करने पर उनका हार्दिक आभार एवं धन्यवाद प्रकट किया है। मुख्यमंत्री ने कहा कि इस कानून के तहत दंगाईयों से सरकारी और निजी संपत्ति को…
— Uttarakhand DIPR (@DIPR_UK) September 19, 2024
આ પણ વાંચોઃ હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 3 યુવકનાં મોત
નેતાઓની જવાબદારી
જો કોઈ આંદોલન અથવા બંધ દરમિયાન સંપત્તિને નુકસાન થાય છે, તો તેના માટે આંદોલનના આયોજકો અથવા નેતાને જવાબદાર ગણવામાં આવશે. તેનાથી ન ફક્ત નુકસાનનું વળતર લેવામાં આવશે પરંતુ વધારાનો દંડ પણ લગાવવામાં આવશે.
ગત વર્ષે બનભૂલપુરામાં ઘણી હિંસક ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ કાયદો લાવવાની વાત કરી હતી, જેને આ વર્ષે ઓગસ્ટ મિહાનમાં ગૈરસૈણ વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કર્યું હતું. હવે રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલ કાયદો બની ચુક્યો છે.
સ્વતંત્ર ટ્રિબ્યુનલનું ગઠન
એક રિટાયર્ડ જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર ટ્રિબ્યુનલનું ગઠન કરવામાં આવશે. આ ટ્રિબ્યુનલ સિવિલ કોર્ટની સમાન શક્તિઓ સાથે કાર્ય કરશે અને સંપત્તિ ક્ષતિના મામલે સુનાવણી કરશે. તેમાં સંપત્તિ નુકસાનના દાવાની સુનાવણી માટે ત્રણ મહિનાની સમયસીમા રાખવામાં આવી છે.