Get The App

કોંગ્રેસને ઝટકો, પત્નીને ટિકિટ ન આપતાં દિગ્ગજ નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપમાં જોડાયા

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
uttarakhand nagar nigam election


Uttarakhand News: ઉત્તરાખંડમાં 23 જાન્યુઆરીના રોજ નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના એક દિગ્ગજ નેતાની પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ દિગ્ગજ નેતા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ મથુરા દત્ત જોષી છે.

મથુરા દત્ત જોષી શનિવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા હતાં. તદુપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી બિટ્ટુ કર્ણાટક અને કોંગ્રેસ નેતા જગત સિંહ ખાટી પણ ભાજપમાં જોડાયા છે. બિટ્ટુ કર્ણાટક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતના અંગત સભ્યો પૈકી એક છે. કોંગ્રેસના આ ત્રણેય નેતાઓ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતાં.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નારાજ

બિટ્ટુ કર્ણાટક કોંગ્રેસથી નારાજ થયા છે. તેમણે પક્ષના નગર નિગમ ચૂંટણી માટે અલ્મોડામાંથી ટિકિટ ન મળતાં પક્ષ સાથે છેડો ફાડવાનું નક્કી કર્યું હતું. ઉત્તરાખંડમાં 23 જાન્યુઆરીએ યોજાનારી નગર નિગમની ચૂંટણી પહેલાં જ મથુરા જોષીએ પોતાની પત્ની રૂકમણી જોષી માટે ટિકિટ માગી હતી. જે હાલ પિથોરાગઢની જિલ્લા પંચાયતના સભ્ય છે.

આ પણ વાંચોઃ 'ઓનલાઇન બેટિંગ એપ નશા જેવી છે...' બસ આટલું લખી IIT ઈન્દોરના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો

પત્નીને ટિકિટ ન મળતા નાખુશ

કોંગ્રેસે મથુરા દત્ત જોષીની પત્નીને ટિકિટ ન આપતાં મથુરા પક્ષથી નાખુશ થયા હતા. મથુરા દત્ત જોષીએ જણાવ્યું કે, 'હું 1978માં કોંગ્રેસ પક્ષ સાથે જોડાયો હતો. બૂથ સ્તરથી માંડી સંગઠ બનાવવામાં મદદ કરી હતી. પક્ષ હંમેશાથી કામ કરાવતો રહે છે, પરંતુ ક્યારેય તેનુ ઈનામ આપતો નથી.'

ઉલ્લેખનીય છે, કોંગ્રેસે મેયર પદ માટે તેમના સાથી સભ્ય અંજુ લુંઠીને ટિકિટ આપી છે. ભાજપમાં જોડાયા બાદ મથુરા દત્તે જણાવ્યું હતું કે, 'છેલ્લા થોડા વર્ષમાં અંદાજે 1000 લોકોએ પક્ષ છોડ્યો છે. જેના લીધે પક્ષની સ્થિતિ કથળી છે. નોંધનીય છે કે, મથુરા દત્ત જોષી 2014માં મુખ્ય પ્રવક્તા બન્યા હતા. 1996થી ઉત્તરાખંડ બન્યું ત્યાં સુધી યુપી યુથ કોંગ્રેસના ઉપાધ્યાક્ષ રહ્યો હતો. છેલ્લા એક દાયકાથી મારા માટે ટિકિટ માગી હોવા છતાં તેમણે મને વિધાનસભા ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો નથી.'

ઉત્તરાખંડ કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓએ બળવો કર્યો છે. કોંગ્રેસ સતત વિવિધ વિચારધારા અને નીતિગત બાબતોને ટાંકી ભાજપનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આપણે ટકી રહેવા માટે આ વિચારધારાને દૂર કરવી પડશે. 

કોંગ્રેસને ઝટકો, પત્નીને ટિકિટ ન આપતાં દિગ્ગજ નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપમાં જોડાયા 2 - image


Google NewsGoogle News