ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 14 શ્રદ્ધાળુના મોત અને 12 ઈજાગ્રસ્ત

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
Accident In Uttarakhand


Accident In Uttarakhand: ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, ટેમ્પો ટ્રાવેલરમાં 26 શ્રદ્ધાળુઓ સવાર હતા. ઘટનાની જાણ પોલીસને થતા જ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરવમાં આવી રહી હતી.

એમઆરએફ અને એનડીઆરપીની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ

અહેવાલો અનુસાર, બદ્રીનાથ હાઈવે પર રેંટોલી નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલરના ચાલકે અચાનક કાબૂ ગુમાતા તે અલકનંદા નદીમાં ખાબકી હતી. આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા. જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ટ્રાવેલરમાં 26 મુસાફરો હતા, ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યૂ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સીએમ પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

એસપી ડો. વિશાખા અશોક ભદાણે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. એમઆરએફ અને એનડીઆરપીની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે. 

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'X'પર લખ્યું - 'રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.'

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 14 શ્રદ્ધાળુના મોત અને 12 ઈજાગ્રસ્ત 2 - image



Google NewsGoogle News