Get The App

વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી ડ્યૂટી ના સોંપો, ઉત્તરાખંડના જંગલોની આગ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Updated: May 15th, 2024


Google NewsGoogle News
વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી ડ્યૂટી ના સોંપો, ઉત્તરાખંડના જંગલોની આગ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ 1 - image


Supreme Court On Uttarakhand Forest Fire: આજે ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી હતી. કોર્ટે ઉત્તરાખંડ સરકારની રાજ્ય સરકારને અપૂરતા ફંડ અને લોકસભા ચૂંટણી 2024ની ફરજ માટે વન વિભાગના અધિકારીઓની નિયુક્તિ માટે ટીકા કરી હતી.

વન વિભાગના અધિકારીઓ ચૂંટણીમાં ફરજ પર રહેશે નહીં

આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉત્તરાખંડ સરકારે જંગલમાં લાગેલી આગને કાબુમાં લેવા ગંભીરતા અને તત્પરતા દાખવવી જોઈએ. આ બાબતે રાજ્ય સરકારનું વલણ ત્વરિત કાર્યવાહી દર્શાવતું નથી. વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી અને ચારધામ યાત્રાથી અલગ રાખવા જોઈએ. અમે ચૂંટણી પંચને પણ નિર્દેશ આપીએ છીએ કે રાજ્યોમાં વન વિભાગના કર્મચારીઓ અને વાહનોને ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વન વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી થવી જોઈએ.

આગામી સુનાવણી 17મી મેના રોજ થશે

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય સચિવને આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. 17મી મેના રોજ યોજાનારી આગામી સુનાવણીમાં મુખ્ય સચિવે કોર્ટમાં હાજર રહીને ઉત્તરાખંડમાં ફાયર વિભાગમાં ખાલી જગ્યા ન ભરવાના કારણો અને ત્યાં આગ ઓલવવાના પ્રયાસો વિશે માહિતી આપવી પડશે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું- ખાલી જગ્યાઓ પર ભરતી ક્યારે થશે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત સરકારે રૂ. 9.23 કરોડ મંજૂર કર્યા હતા, જેનો ઉપયોગ જંગલ સિવાયની પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે લગભગ રૂ. 6 કરોડની બાકીની રકમ રાજ્ય સરકારને આપવી જોઈએ. તેમજ કોર્ટે કહ્યું હતું કે, "રાજ્ય સરકાર જણાવે કે વન વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે? તેમની ભરતી ક્યારે થશે?... અમે જોયું છે કે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ હોવા છતાં ફંડ મળ્યું નહી, કર્મચારીઓ અને વાહનો પણ ન મળ્યા અને આગ સતત વધી રહી હતી. રાજ્ય સરકાર ખાલી જગ્યાઓ પર ભરતી અંગે છૂટ લીધી છે."

સુપ્રીમ કોર્ટે ફંડને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી

રાજ્યમાં ગયા વર્ષે 1 નવેમ્બરથી જંગલોમાં આગ સામે લડી રહ્યા છે, જેના કારણે લગભગ 1,145 હેક્ટર જંગલને નુકસાન પહોંચ્યું છે. સુપ્રીમ કોર્ટ મે મહિનાની શરૂઆતથી ઉત્તરાખંડમાં જંગલમાં લાગેલી આગ અંગેની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. અરજીઓ અનુસાર, રાજ્યમાં ઓછામાં ઓછી 910 ઘટનાઓ બની છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની પર પણ ટીકા કરી હતી કે ઉત્તરાખંડને 10 કરોડ રૂપિયાની માંગ સામે જંગલમાં લાગેલી આગનો સામનો કરવા માટે માત્ર 3.15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી ડ્યૂટી ના સોંપો, ઉત્તરાખંડના જંગલોની આગ મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ 2 - image


Google NewsGoogle News