ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ભીમતાલમાં બસ ખીણમાં ખાબકી, 25 લોકો હતા સવાર, ચારના મોત
Bhimtal Bus Accident: ઉત્તરાખંડના કુમાઉં મંડલના ભીમતાલમાં આજે મોટી દુર્ઘટના બની છે. અલ્મોડાથી હલ્દ્વાની જઈ રહેલી રોડવેઝ બસ ભીમતાલ-રાનીબાગ મોટર માર્ગના આમડાલી નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. બસમાં 27 લોકો સવાર હતા. જેમાં હાલ ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ પણ વાંચો: દ્વારકાની ઓખા જેટી પર ક્રેન તૂટતા 3ના મોત, જેટી બનાવવાની કામગીરી સમયે સર્જાઈ દુર્ઘટના
દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ-તંત્રએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ-રાહત કામગીરી હાથ ધરી છે. ખીણમાંથી ઘાયલોને બહાર કાઢવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી છે. ઘાયલોને દોરડાં અને ખભા પર રાખીને પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, 15 એમ્બ્યુલન્સ હલ્દ્વાની મોકલવામાં આવી છે. મોટા સ્તરે બચાવ ટીમ કામે લાગી છે. હાલ ઘાયલોને સીએચસી ભીમતાલ લઈ જવાયા છે. જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.