Get The App

કેદારનાથના કપાટ ખુલવાની તારીખ થઇ જાહેર, મહાશિવરાત્રિના અવસરે એલાન, ભક્તોની આતુરતાનો અંત

આજે દેશભરમાં મહાશિવરાત્રિનો પર્વ ઉજવાય રહ્યો છે

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
કેદારનાથના કપાટ ખુલવાની તારીખ થઇ જાહેર, મહાશિવરાત્રિના અવસરે એલાન, ભક્તોની આતુરતાનો અંત 1 - image


Kedarnath : આજે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રી છે અને આ અવસરે ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામના કપાટ ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર કેદારનાથના દ્વારા 10 મેના રોજ ખુલશે. ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ શિવરાત્રિના દિવસે જ નક્કી કરવામાં આવે છે. 

કેવી રીતે નક્કી કરાય છે તારીખ? 

ઉલ્લેખનીય છે કે ઉખીમઠમાં આવેલા પંચ કેદાર શીતકાલીન ગાદી સ્થળ ઓમ્કારેશ્વર મંદિરમાં પંચાગ ગણતરી બાદ તિથિની જાહેરાત કરવામાં આવી હતી. નક્કી થયું કે કેદારનાથના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગ્યે ખોલી દેવામાં આવશે. મહાશિવરાત્રિનો પર્વ સમગ્ર દેશમાં ઉજવાય છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ પણ ઉમટી રહી છે.

કેદારનાથના કપાટ ખુલવાની તારીખ થઇ જાહેર, મહાશિવરાત્રિના અવસરે એલાન, ભક્તોની આતુરતાનો અંત 2 - image


Google NewsGoogle News