Get The App

દેહરાદૂનમાં કરુણાંતિકા: અડધી રાત્રે ઈનોવા-કન્ટેનર વચ્ચે ટક્કર, છ યુવક-યુવતીના મોત

Updated: Nov 12th, 2024


Google News
Google News
દેહરાદૂનમાં કરુણાંતિકા: અડધી રાત્રે ઈનોવા-કન્ટેનર વચ્ચે ટક્કર, છ યુવક-યુવતીના મોત 1 - image


Image Source: Twitter

Dehradun Accident: ઉત્તરાખંડના દેહરાદૂનમાં સોમવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. એક તેજ રફ્તાર કાર ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણ ચકનાચૂર થઈ ગઈ હતી. કારમાં સવાર ત્રણ યુવક અને ત્રણ યુવતીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતા. જ્યારે એક છોકરીનું માથું ધડથી અલગ થઈ ગયું છે અને એકની હાલત ખૂબ જ ગંભીર છે. આ ગમખ્વાર અકસ્માત રાત્રે લગભગ 2:00 વાગ્યે દેહરાદૂનના ONGC ચોક પાસે સર્જાયો હતો. આ અકસ્માતનો આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

દેહરાદૂન સિટી એસપી પ્રમોદ કુમારે જણાવ્યું કે, 'આ અકસ્માત સોમવારે રાત્રે 2:00 વાગ્યે ONGC ચોક પાસે સર્જાયો હતો. ઈનોવા કારને ટક્કર મારનાર કન્ટેનર ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે.'


કાર સંપૂર્ણ ચકનાચૂર, 6ના મોત

અકસ્માત કેટલો ભયાનક હશે તેનો અંદાજ કારની હાલત જોઈને જ લગાવી શકાય છે. કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ છે. દરવાજા અને બારીઓ સહિત ઉપરનો આખો ભાગ એટલી હદે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે કે, અકસ્માતની ભયાનકતાની કલ્પના કરવી બિલકુલ મુશ્કેલ નથી.

અકસ્માતનું કારણ સ્પીડ હોવાનું જણાવાયું હતું. રસ્તા પર ઉભેલા વાહનને કારણે આ કાર કાબુ બહાર જઈને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, એક કન્ટેનરે કારને ટક્કર મારી હતી, જેના કારણે આ કરુણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ યુવક-યુવતીઓ પ્રાઈવેટ કોલેજના વિદ્યાર્થીઓ હતા.

આ પણ વાંચો: ભાજપના સમર્થનમાં છે ઉદ્ધવ ઠાકરે: દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ

ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ

દેહરાદૂનમાં થયેલા આ અકસ્માત બાદ ઘટના સ્થળે તરત જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ અકસ્માતની સૂચના આપીને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. 

Tags :
UttarakhandDehradun-AccidentInnova-CarContainer

Google News
Google News