અયોધ્યા: રામ મંદિરમાં કામ કરતી 20 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ, નવમાંથી પાંચની ધરપકડ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Gangrape Case


Ayodhya Ram Mandir Worker Gangrape Case : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી 20 વર્ષીય યુવતીએ 9 લોકો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી. પીડિતા બી.એ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. અયોધ્યાના કેન્ટ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીએ નોંધાવેલી એફઆઈઆર અનુસાર, 16 અને 25 ઑગસ્ટ વચ્ચે ત્રણ અલગ-અલગ પ્રસંગોએ તેની પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. કેન્ટના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે કહ્યું હતું કે, '2 સપ્ટેમ્બરે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.' 

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે ભયંકર અથડામણમાં 4 જવાનો શહીદ, કઠુઆમાં બે આતંકી ઠાર

દુષ્કર્મ કરનારા પાંચની ધરપકડ

આ પછી, આજે શુક્રવારના બપોરે અયોધ્યા પોલીસ અધિક્ષકે અન્ય બે આરોપીઓની ધરપકડ કર્યાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ધરપકડ કરાયેલા લોકોની ઓળખ વંશ, વિનય, શારિક, શિવા અને ઉદિત તરીકે થઈ છે. એફઆઈઆર દાખલ થયાના એક દિવસ પછી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય બેની પછીથી ધરપકડ કરવામા આવી છે. જ્યારે સમગ્ર  મામલાની તપાસ ચાલી રહી છે.' 

પીડિતાએ શું કહ્યું?

પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'તે અયોધ્યામાં રામજન્મભૂમિમાં સ્વચ્છતા કર્મચારી તરીકે કામ કરે છે અને સ્થાનિક કોલેજમાં બીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે.' 

આ પણ વાંચો : ડેન્જર ઝોન છતાં ચેતવણીનું બોર્ડ નહોતું... ગાંધીનગરમાં તંત્રની ઘોર બેદરકારીની ભેટ ચઢ્યા 8 યુવાન!

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

પોલીસે પીડિતાની ફરિયાદ આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 127 (2) (ખોટી રીતે કેદ), 75 (જાતીય સતામણી) અને 70 (1) (સામૂહિક બળાત્કાર) હેઠળ સાત નામાંકિત અને બે અજાણ્યા લોકો સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અયોધ્યા: રામ મંદિરમાં કામ કરતી 20 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ, નવમાંથી પાંચની ધરપકડ 2 - image


Google NewsGoogle News