VIDEO: મથુરામાં ઓવરહેડ ટાંકી ધરાશાયી, બે લોકોના મોત, ઘણા લોકો ઘાયલ
Mathura Water Tank : ઉત્તર પ્રદેશના મથુરામાં રવિવારે સાંજે મહાનગરની BSA કોલેજ પાસે કૃષ્ણ વિહાર કોલોનીમાં લગભગ ત્રણ વર્ષ પહેલા બનેલી પાણીની ઓવરહેડ ટાંકી તૂટી પડી હતી, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા.
કાટમાળ નીચે દટાયેલા ત્રણ લોકોને બચાવાયા
ઘટનાસ્થળે માહિતી મળતા જ જિલ્લાધિકારી શૈલેન્દ્ર સિંહ અને એસએસપી શૈલેષ પાંડે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાટમાળ નીચે દટાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓવરહેડ ટાંકી તૂટી પડતા 2 લોકોના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે.
તપાસના આદેશ અપાયા
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે આ ટાંકી તૂટી પડવી એ એન્જિનિયરિંગનો અભાવ દર્શાવે છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવ્યા હતા. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
VIDEO: કેદારનાથ મંદિરની પાછળ જ હિમસ્ખલન, કોઈ નુકસાન નહીં, વીડિયો વાયરલ