Get The App

ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું! કાનપુરમાં ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યું, લોકો પાયલટે મારી ઈમરજન્સી બ્રેક

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
Train Derailment Conspiracy In Uttar Pradesh


Train Derailment Conspiracy In Uttar Pradesh: ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો છે, જે અથડાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે. નોંધનીય છે કે, અગાઉ કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ માટે એલપીજી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે લાઇન પાસે પેટ્રોલ અને ગનપાઉડર પણ મળી આવ્યા હતા.

લોકો પાયલટે ટ્રેનને રોકી દીધી હતી

અહેવાલો અનુસાર, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ ડિવિઝનના પેરમ્બુર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર LPGનો નાનો સિલિન્ડર મળ્યો હતો. માલગાડી અહીંથી પસાર થવાની હતી ત્યારે લોકો પાયલટે ટ્રેનને રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જે જગ્યાએ રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યો તે કાનપુર દેહાત જિલ્લામાં છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સના એસપીએ જણાવ્યું કે, 'પાંચ કિલોની ક્ષમતાવાળું એલજીપીનું ખાલી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યું છે. ટ્રેનની સ્પીડ ધીમી હાવાથી લોકો પાયલોટે સિલિન્ડર પર નજર પડી ત્યારે તેમણે ઈમરજન્સી બ્રેક લગાવી અને પછી અધિકારીઓને જાણ કરી. આરપીએફએ આ મામલે તપાસ શરૂ કરી છે. ઉપરાંત સ્થાનિક પોલીસને પણ આ માહિતી આપવામાં આવી છે.'

સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું

ઉલ્લેખનીય કે, પશ્વિમ રેલવે, વડોદરા ડિવીઝનને શનિવાર (21મી સપ્ટેમ્બર) એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે,'કેટલાક અજાણ્યા લોકોને કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી, ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઝડપથી જ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી.'

ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું! કાનપુરમાં ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યું, લોકો પાયલટે મારી ઈમરજન્સી બ્રેક 2 - image


Google NewsGoogle News