‘પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભાજપનો દેખાડો અને પાખંડ..’ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું નિવેદન

તેમણે કહ્યું કે એક ટીવી ડિબેટમાં સંત બોલી રહ્યા હતા કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં પથ્થરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
‘પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભાજપનો દેખાડો અને પાખંડ..’ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું નિવેદન 1 - image


Ram mandir Pran Pratistha news | સમાજવાદી પાર્ટી (સપા) ના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને પ્રજાના મૂળભૂત સવાલોથી ધ્યાન ભટકાવવા માટે ભાજપનો પાખંડ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે એક ટીવી ડિબેટમાં સંત બોલી રહ્યા હતા કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં પથ્થરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાય છે. 

ડિબેટમાં સપા નેતા શું બોલ્યાં 

આ ડિબેટમાં એક સપા નેતા પણ હાજર હતા. તેમણે કહ્યું કે જે પરિવારનો સભ્ય મરી ગયો હોય તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ અને પછી તે હંમેશા જીવીત રહી શકે છે. જો પ્રાણ પ્રતિષ્ઠાથી જીવીત થઇ શકાયું હોત તો મૃત વ્યક્તિ ચાલી કેમ ના શકે? આ બધુ દેખાડો અને પાખંડ છે... લોકો વિચારે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેઓ ભગવાનથી પણ મહાન બની ગયા છે... 

ભાજપ સામે કર્યા પ્રહાર

કર્પૂરી ઠાકુરના સન્માનમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે સપાના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યને આમંત્રિત કરાયા હતા. જ્યાં તેમણે કર્પૂરી ઠાકુરને એક મહાન નેતા ગણાવતાં કહ્યું કે તેમનું જીવન આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. આપણે તેમના માર્ગે ચાલીને જ દેશને ભાજપની તાનાશાહીથી મુક્તિ અપાવી શકીશું. 

દેશના બંધારણ અને લોકતંત્ર પર ખતરો

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે દેશના બંધારણ અને લોકતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ભાજપ સરકાર પ્રજાના મૌલિક અધિકારો પર પ્રહાર કરી રહી છે. વિરોધીઓનો અવાજ દબાવવા સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. ભાજપ સરકાર મૂડીપતિઓની હિતૈષી છે. તેને ગરીબોની જરાય ચિંતા નથી. 

‘પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભાજપનો દેખાડો અને પાખંડ..’ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું નિવેદન 2 - image


Google NewsGoogle News