Get The App

VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ 1 - image


Baba Saheb Statue Controversy in Siddharthnagar : ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના એક ગામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ભારે બબાલ થઈ છે. ગામમાં આંબેડકરની મૂર્તિ સ્થાપી હોવાની માહિતી મળતા SDM પોલીસની ટીમ સાથે પહોંચી મૂર્તિ હટાવવા પહોંચ્યા હતા, જેનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

આંબેડકરની મૂર્તિ મુદ્દે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ

મળતા અહેવાલો મુજબ સિદ્ધાનગર જિલ્લાના સમોગરા ગામમાં થોડા દિવસ પહેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ સ્થાપવામાં આવી હતી. જેની જાણ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) થઈ હતી અને તેઓ પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી મૂર્તિ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કેટલાક ગ્રામજનો ત્યાં આવ્યા હતા અને મૂર્તિ હટાવવાનો વિરોધ કર્યો હતો. જોત જોતમાં વિરોધ પથ્થરમારા અને લાઠીચાર્જમાં પરિવર્તીત થઈ ગયો હતો. 

મહિલાઓનો પથ્થરમારો, પોલીસનો લાઠીચાર્જ

ઉગ્ર વિરોધ બાદ પોલીસ તંત્ર અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. ગ્રામજનોએ પોલીસ અને મહેસૂલ કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, તો ટીમે પણ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલાઓ પોલીસ પર પથ્થમારો કરતા, જ્યારે પોલીસ મહિલાઓ પર લાઠીચાર્જ કરતા જોવા મળી રહ્યા છે. પથ્થરમારામાં નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ છે. જ્યારે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

આ પણ વાંચો : ‘રાજ ઠાકરે બેવકૂફ નેતા નથી’ ઠાકરે બંધુ એક થવાની વાત સાંભળતા શિંદેના સાંસદ ભડક્યા

બાબા સાહેબની પ્રતિમા સન્માનપૂર્વક હટાવાઈ

પોલીસ તંત્રએ સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે અને બાબા સાહેબની પ્રતિમાને સન્માનપૂર્વક હટાવી દીધી છે. આ ઉપરાંત ગામમાં પોલીસનો કાફલો તહેનાત કરી દેવાયો છે. અધિકારીઓએ કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કાયદો-વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મંજૂરી લીધા વગર મૂર્તિની સ્થાપના કરાઈ

આ મામલે નિવેદન આપતાં, સીએ બંસી મયંક દ્વિવેદીએ કહ્યું કે, પ્રતિમા સ્થાપિત કરવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. નિયમ મુજબ કોઈપણ મહાપુરુષની પ્રતિમા સ્થાપિત કરવા માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવી પડે છે.

આ પણ વાંચો : છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ

Tags :