Get The App

સંભલમાં જામા મસ્જિદની સામે બનાવાશે પોલીસ ચોકી, હિંસા બાદ તંત્રનો મોટો નિર્ણય

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
સંભલમાં જામા મસ્જિદની સામે બનાવાશે પોલીસ ચોકી, હિંસા બાદ તંત્રનો મોટો નિર્ણય 1 - image


Sambhal News: ઉત્તરપ્રદેશના સંભલમાં ગત 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન હિંસા ભડકી હતી. જેને લઈને તંત્રએ મોટો નિર્ણય લીધો છે. હવે શાહી જામા મસ્જિદની સામે ખાલી પડેલા મેદાનમાં નવી પોલીસ ચોકી બનાવવામાં આવશે. તેના માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં એડિશનલ એસપી અને સીઓ શ્રીચંદ્રએ આ જગ્યાની માપણી કરી લીધી છે.

સંભલના એડિશનલ એસપી શ્રીચંદ્રએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'સુરક્ષાની દૃષ્ટિએ આ જગ્યા પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય જલ્દીથી શરુ કરી દેવાશે.'

આ પણ વાંચો: સંભલમાં 46 વર્ષે ખૂલ્યા મંદિરના દ્વાર: હનુમાનજીની મૂર્તિ-શિવલિંગની કરાઇ સાફ-સફાઇ, જુઓ વીડિયો

ચોકી બનાવવાની જગ્યા કરાઈ નક્કી

જ્યારે પોલીસ ફોર્સની સાથે એએસપી જામા મસ્જિદની બહાર પહોંચ્યા તો મસ્જિદ કમિટી અને આસપાસના લોકો પોતાની જમીનના કાગળ લઈને તેમની પાસે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે, આ લોકો એટલા માટે કાગળ લઈને આવ્યા છે કારણ કે તેમનું કહેવું છે કે આ જગ્યા તેમની છે. અમે તેની તપાસ કરીશું. પોલીસ ટીમે તે જગ્યાની માપણી પણ કરી લીધી છે, જ્યાં પોલીસ ચોકી બનવાની છે. જે જગ્યા પર ચોકીનું નિર્માણ કરાશે, તે જગ્યા પર ચૂનો નાખીને નિશાન કરાયું છે.

શું છે સમગ્ર મામલો?

24 નવેમ્બરના રોજ ASIની ટીમ કોર્ટના આદેશ બાદ સંભલમાં જામા મસ્જિદનું સર્વેક્ષણ કરવા પહોંચી હતી ત્યારે ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ ચાર દિવસ સુધી બજારો બંધ રહ્યા હતા અને વિસ્તારમાં તણાવનો માહોલ રહ્યો હતો. સંભલ પ્રશાસને જિલ્લામાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે.

આ પણ વાંચો: 'જે લોકો પથ્થમારો કરશે, તે હવે બચશે નહીં' : સંભલ હિંસા મુદ્દે વિધાનસભામાં ભડક્યા યોગી આદિત્યનાથ


Google NewsGoogle News