Get The App

VIDEO: ગાઝિયાબાદ કોર્ટમાં બબાલ, પોલીસ-વકીલો વચ્ચે મારામારી, પોલીસ ચોકીને આગચંપી

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
VIDEO: ગાઝિયાબાદ કોર્ટમાં બબાલ, પોલીસ-વકીલો વચ્ચે મારામારી, પોલીસ ચોકીને આગચંપી 1 - image


Clashes Between Police-Lawyer in Ghaziabad Court : ઉત્તર પ્રદેશની ગાજિયાબાદની જિલ્લા કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે ભારે હોબાળો મચ્યો છે. આ દરમિયાન પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો છે, તો બીજીતરફ ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસચોકી પણ સળગાવી છે. મળતા અહેવાલો મુજબ કોર્ટની અંદર જ ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને પછી બબાલ શરૂ થઈ ગઈ હતી, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

વકીલો પર પોલીસનો લાઠીચાર્જ

મળતા અહેવાલો મુજબ, સુનાવણી દરમિયાન વકીલ નાયર સિંહ યાદવ અને તેમના વકીલ સાથીઓની ન્યાયાધીશ સાથે ઉગ્ર દલીલ થઈ, પછી જોતજોતામાં અંદરો અંદર ભારે બબાલ થતા અફરાતફરી મચી ગઈ. આ દરમિયાન કોર્ટની અંદર જ ભારે ઘમાસાણ જોતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેના કારણે નહર સિંહ યાદવ અને તેમના એક વકીલને ઈજા થઈ છે. વિવાદ બાદ કચેરીનું કામકાજ ઠપ થઈ ગયું છે. આ ઉપરાંત અનેક જિલ્લાની પોલીસને કોર્ટમાં તહેનાત કરી દેવાયા છે. પોલીસે કોર્ટમાં ફસાયેલા ન્યાયાધીશને પણ સુરક્ષિત બહાર કાઢ્યા છે.

ન્યાયાધીશ અને વકીલો વચ્ચે મામલો બિચક્યો

મળતા અહેવાલો મુજબ ગાજિયાબાદની જિલ્લા કોર્ટમાં એક વ્યક્તિના જામીન મામલે સુનાવણી ચાલી રહી હતી, જેમાં કેટલાક કારણોસર બોલાચાલી થઈ અને પછી મામલો ઉગ્ર બન્યા બાદ ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઉગ્ર દલીલો થવા લાગી. કોર્ટમાં શરમજનક ઘટના બન્યા બાદ ન્યાયાધીશે પોલીસ અને પીએસી બોલાવી છે. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પોલીસ ચોકીમાં તોડફોડ, આંગ ચાપી દેવાઈ

વકીલોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસે કોર્ટ રૂમમાં ચારે તરફના દરવાજા બંધ કરી અમને માર માર્યો છે. અનેક વકીલોને સામાન્ય ઈજા થઈ છે. લાઠીચાર્જથી ગુસ્સે થયેલા વકીલોએ ભારે ધમપછાળા કર્યા છે. આ દરમિયાન કોર્ટની પોલીસ ચોકીમાં તોડફોડ કરી આંગ ચાપવામાં આવી છે. તો બીજીતરફ વકીલો પણ કોર્ટની બહાર ધરણા પર બેસી ગયા છે અને ન્યાયાધીશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ન્યાયાધીશના દુવ્યવહારના કારણે વકીલોએ કામકાજ બંધ કરી દીધું છે.


Google NewsGoogle News