Get The App

હારની જવાબદારી લઈ રાજીનામું આપો: યુપીમાં ભારે હલચલ વચ્ચે વધુ એક નેતાનું મોટું નિવેદન

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
Sunil Bharala And Dy CM Keshav Prasad Maurya


Uttar Pradesh Politics : ઉત્તર પ્રદેશમાં ભાજપમાં ચાલી રહેલી રાજકીય દોડધામ વચ્ચે શ્રમ કલ્યાણ બોર્ડ પરિષદના પૂર્વ અધ્યક્ષ પંડિત સુનીલ ભરાલાએ સોશિયલ મીડિયા પર ચોંકાવનારું પોસ્ટ કર્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન ‘સંગઠન સરકારથી મોટું હોય છે’ પર કટાક્ષ કરવાની સાથે અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી દ્વારા હારની જવાબદારી લઈ રાજીનામું આપવાની બાબત પર પોસ્ટ કર્યું છે.

ચૂંટણીમાં બેકફૂટ પર ફેંકાયા બાદ ભાજપમાં આંતરિક ડખાં

દરમિયાન ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીમાં ભાજપ બેકફૂટ પર ફેંકાઈ ગયા બાદ પાર્ટીનાં નેતાઓ જ ચોંકાવનારા નિવેદનો આપી રહ્યા છે. પદાધિકારી પોતાની જ પાર્ટી સામે સવાલો ઉભા કરી રહ્યા છે અને વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. અગાઉ પંડિત સુનીલ ભરાલાએ વીડિયો પોસ્ટ કરીને  પોલીસ સ્ટેશનો અને તાલુકાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાના કારણે હાર થઈ હોવાની વાત કરી હતી. જોકે તેમણે થોડી જ વારમાં વીડિયો ડિલીટ કરી દીધો હતો અને પછી અન્ય વીડિયો અપલોડ કર્યો હતો.

ભરાલાએ મૌર્ય પર સાધ્યું નિશાન

તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, સંગઠન સરકારનું મોટું હોય છે, ત્યારે આ મામલે ભરાલાએ ફરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘સંગઠન સરકારથી મોટું હોય છે - કેશવ પ્રસાદ મૌર્ય. આમ તો આ વાક્ય પંડિત દીન દયાળજી ભાગ-3 પરથી લખેલું છે. આ નિવેદન અંગે મારી સમજ મુજબ સંગઠનની જવાબદારી મોટી હોય છે. માનનીય નાયબ મુખ્યમંત્રી જી શ્રી @kpmaurya1જીનો ઉદ્દેશ એ જ હશે કે, હારની મોટી જવાબદારી સંગઠનની જ છે. ભાજપમાં એવી પરંપરા રહી છે, જ્યાં કલરાજ મિશ્રા, વિનય કટિહાર વગેરે જેવા તત્કાલિન પ્રમુખોએ રાજીનામું આપી દીધું હતું. સંગઠનનો ખરો કાર્યકર તે છે, જે પોતાની ગાદી પહેલા પોતાના સંગઠન અને પક્ષ વિશે વિચારે.’

આ પણ વાંચો : વર્ષમાં બે વખત યોજાશે ધોરણ-10 અને 12ની પરીક્ષા, NCFSEની ભલામણ, 2026થી થશે લાગુ !


Google NewsGoogle News